અજમેર,તા.૨૮
રાજસ્થાનમાં સરકાર દ્વારા અભિયાન ચલાવીને નસબંધી કરાવાનું એક પરિવાર માટે ઝઘડાનું મૂળ બની ગયું છે. નસબંધી બાદ પણ પત્ની ગર્ભવતી થતાં પરિવારમાં વિવાદ વકર્યો અને હસતા-રમતા પરિવારમાં કલેશ વધવા લાગ્યો છે. આ કેસની ફરિયાદ લઇ પીડિત પરિવાર જિલ્લા કલેકટર પહોંચ્યો અને કેસમાં ન્યાયની મદદ માંગી. પીડિત મહિલાનું કહેવું છે કે ગર્ભવતી થતા પતિ અને પરિવારજનોને તેના ચરિત્ર પર પ્રશ્ન ઉઠાવ્યો છે. જ્યારે તેમાં ખરેખર પરિવાર સેવા ક્લિનિકના ડાકટરની ભૂલ છે. આ કેસમાં પીડિત પત્નીએ ત્રણ બાળકોની સાથે આત્મહત્યા કરવાની ચેતવણી આપી દીધી છે.
અજમેરમાં રાજેશ શર્માના નામના વ્યક્તિએ ૩ બાળકો હોવાના લીધે ૨ ડિસેમ્બર, ૨૦૧૬મા પરિવાર સેવા ક્લીનિકમાંથી નસબંધી કરાવી હતી. ત્યારબાદ તેઓ નિશ્ચિત થઇ ગયા હતા પરંતુ ફરી મોટી મુસીબત આવી પડશે તેમ વિચાર્યું નહોતું. રાજેશની પત્ની ડોલી ફરીથી ગર્ભવતી થતાં તેના પર ગંભીર પ્રશ્નો કરાયા અને પત્ની પર બીજાનું બાળક હોવાનો આરોપ મૂકયો છે.
પોતાના ચરિત્ર પર ડાઘ લાગતા પત્ની ડોલી જિલ્લા કલેકરટર પહોંચી અને તપાસ કરવાની માંગણી કરી છે. ડોલીનું કહેવું છે કે મને ન્યાય મળવો જાઇએ. તેના માટે તે બાળકને જન્મ આપશે અને તેનો ડીએનએ કરાવશે. તેનું કહેવું છે કે તે એકદમ પવિત્ર છે અને તેના પતિ સિવાય કોઇની પણ સાથે તેના સંબંધ નથી.
ડોલીનું કહેવું છે કે આ કેસમાં જ્યારે સ્વાસ્થ્ય વિભાગમાં તપાસ કરાવાની માંગણી કરી તો તેમણે એબોર્શન કરાવીને વળતર મેળવવાની વાત કહી. તેણે કહ્યું કે તપાસ કરાવ્યા બાદ જ મારા પરિવારને મારા પર વિશ્વાસ થશે. જા તપાસ નહીં થાય તો તે આત્મહત્યા કરવા માટે મજબૂર થશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


