કેલિફોર્નિયા,તા.૪
વિશ્વભરમાં ૨૩૨ કરોડ યુઝર ધરાવનાર ફેસબુક(એફબી)એ સોમવારે ૧૫ વર્ષ પૂરા કર્યા છે. તેની શરૂઆત કોલેજ સ્ટુડન્ટ્સના નેટવર્કિંગ માટે કરવામાં આવી હતી. ફેસબુક ૩૪ લાખ કરોડ રૂપિયાની કંપની છે. ફેસબુકના લોન્ચિંગના ૨ વર્ષ બાદ યાહુએ તેને ૭૧૦૦ કરોડ રૂપિયામાં ખરીદવાની ઓફર આપી હતી. જાકે એફબીના ફાઉન્ડર માર્કે ઝકરબર્ગને લાગ્યું કે યાહુએ તેનું મુલ્ય ઓછું આંક્યું છે, આ કારણે તેણે ડીલ કરવાથી ઈન્કાર કર્યો હતો.
ફેસબુકની હાલની વેલ્યુ આજની યાહુની પેરેન્ટ કંપની વેરિઝોન કોમ્યુનિકેશન્સથી બે ગણી છે. વેરિઝોનની માર્કેટ કેપ ૧૬ લાખ કરોડ રૂપિયા છે. તેણે ૨૦૧૭માં યાહુને ૩૪,૦૮૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી.
માર્ક ઝ્કરબર્ગ, ડેસ્ટિન માસ્કોવિટ્ઝ, ક્રિસ હગેસ અને એડુઆર્ડો સેવેરિને હાવર્ડના વિદ્યાર્થીઓ માટે ૪ ફેબ્રુઆરી ૨૦૦૪એ ફેસબુક લોન્ચ કર્યું હતું. એક મહિના બાદ તેની રીચ યેલ, કોલંબિયા અને સ્ટેનફોર્ડના વિદ્યાર્થીઓ સુધી વધારવામાં આવી. ફેસબુક ઝડપથી જ અમેરિકાન કોલેજ કેમ્પસમાં પોપ્યુલર થઈ ગઈ.
ફેસબુકને આગળ વધારવા માટે ઝકરબર્ગે હાવર્ડ યુનિવર્સિટીને છોડીને કેલિફોર્નિયાના પાલો અલ્ટોમાં ભાડેથી ઘર લીધું. ઝકરબર્ગે ઓનલાઈન મ્યુઝિક સર્વિસિસ ફર્મ નેપ્સટરના ગ્રીન પાર્કરને ટીમમાં સામેલ કર્યા. આ દરમિયાન પેપલના ફાઉન્ડર પીટર થીલે ફેસબુકમાં ૩૫૫ કરોડ રૂપિયા ( ૫ લાખ ડોલર)નું રોકાણ કર્યું.
ફેસબુકે ધ વોલ ફીચર લોન્ચ કર્યું. જયા યુઝરના દોસ્ત અને ફેન મેસેજ પોસ્ટ કરી શકે. આ ફીચરને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું. ૧ ડિસેમ્બર ૨૦૦૫એ ફેસબુકે જાહેર કરી દીધું કે તેનો એક્ટિવ યુઝર બેઝ ૧૦ લાખ થઈ ચૂક્્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



