કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામમાં બે જૂથો વચ્ચે અથડામણમાં ૬ લોકોનું મોત:સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ

0
1093

ભુજ: કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામમાં બે જૂથો વચ્ચે અથડામણમાં ઘટના સ્થળે જ ૬ લોકોના મોત થયા છે.કચ્છના મુન્દ્રા પંથક અરેરાટી ફેલાઈ ગઈ છે.બને જૂથના અથડામણમાં કુલ ૬ લોકોનું મોત થયું છે તેમાંથી એક જૂથમાંથી ૪ લોકો અને બીજા જૂથમાંથી ૨ લોકો એમ કુલ ૬ લોકોનું જીવલેણ હથિયારોથી મોત થાય છે.પશ્ચિમ કચ્છ એસ.પી. મહેન્દ્ર ભરડા સહિતનો પોલીસ કાફલો છસરા ગામે પહોંચી ગયો છે.આ જીવલેણ હુમલા બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો છે.જાણવા મળતી વિગતો મુજબ જૂની અદાવતના કારણે આ બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું છે. મુન્દ્રા તાલુકાના છસરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.સાંજના મોડેકથી આ ઘટના બની હોવાની જાણવા મળ્યું છે.વધુ વિગતો ચુસ્ત તપાસ બાદ જ બહાર આવશે.

ગૌતમ બુચિયા
9714965405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY