મોરબીના જોધપર નજીકથી કેનાલમાં તણાઈને આવેલા કોથળામાંથી મહિલાની લાશ મળ્યા બાદ એલસીબી અને તાલુકા પોલીસની ટીમે હત્યારા પતિ સહીત ત્રણ આરોપીને ઝડપી લીધા બાદ આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે છ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે
મોરબીના મચ્છુ ૨ ડેમમાં નર્મદા કેનાલમાંથી ૩૦ થી ૩૫ વર્ષની અજાણી મહિલાની ગળે ટુંપો દઈને હત્યા કરેલી લાશ કોથળામાંથી મળી આવી હતી જે મામલે એલસીબી અને તાલુકા પોલીસની ટીમે તપાસ ચલાવી હતી અને મૃતક મહિલા દુર્ગાબેન રહે સીબોન સિરામિક લેબર ક્વાર્ટરમાં રહેતી હોવાનું ખુલ્યું હતું અને ત્રણ શકમંદ ઈસમો ભૂરો શંકર ડામોર, સત્યનારાયણ ખેમરાજ ડોડીયા અને નટવર અર્જુનભાઈ ભાભોરએ ત્રણની આકરી પૂછપરછ કરી હતી
જેમાં મરણ જનાર આરોપી ભૂરો ડામોરની બીજી પત્ની હોય અને તેને અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકાથી ગળું દબાવી હત્યા કરી હતી અને બે મિત્રોની મદદથી લાશ કેનાલમાં ફેંકી દીધી હતી જે ત્રણેય આરોપીને ઝડપી લીધા બાદ આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને ૧૦ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેમાં કોર્ટે આગામી તા. ૨૯ સુધીના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા
રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








