નવી દિલ્હી રેલવે સ્ટેશન બન્યું પહેલું ગ્રીન સ્ટેશન

0
31

ન્યુ દિલ્હી,તા.૨
નવી દિલ્હી રેલવે સ્ટેશનને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિગ કાઉન્સિલ દ્વારા સિલ્વર રેટિંગ મળ્યા બાદ ગ્રીન સ્ટેશન જાહેર કરી દેવાયું. એક અધિકારીના જણાવ્યા મુજબ નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉત્તર રેલવે નેટવર્કમાં ગ્રીન સ્ટેશન બનનારું પ્રથમ સ્ટેશન છે.
પર્યાવરણ સંબંધિત પહેલ, જેમ કે સોલર પેનલ, સોલર ગીઝર, ગ્રીન ડ્રાઇવ્સ, કચરાના નિકાલ અને જળસંરક્ષણમાં નવી દિલ્હી રેલવે સ્ટેશનને ૧૦૦માંથી ૬૪ માર્ક્સ મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગ્રીન બિલ્ડિગ કાઉન્સિલ દ્વારા પ૦થી ૬૦ નંબર લાવનાર બિલ્ડિગને સર્ટિફિકેશન મળે છે તો બીજી તરફ ૬૦થી ૭૦ નંબર લાવનાર બિલ્દિગને સિલ્વર કેટેગરી મળે છે. જા કોઇ બિલ્ડિગને ૭૦થી ૮૦ની વચ્ચે અંક મળે તો તેને ગોલ્ડ અને ૮૦થી વધુ લાવનારને પ્લેટિનમ રેટિંગ અપાય છે.
ઇન્ડિયન ગ્રીન બિલ્ડિગ કાઉન્સિલ રેટિંગ આપતાં પહેલાં છ અલગ અલગ કેટેગરીમાં બિલ્ડિગનું મૂલ્યાંકન કરે છે. ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું કે દેશના સૌથી મહત્વના રેલવે ટર્મિનલને સુધારવા અને અપગ્રેડ કરવા માટે આ મહિનાઓની મહેનતનું પરિણામ છે. તે સાથે જ તેમણે જણાવ્યું કે નવી દિલ્હી રેલવે સ્ટેશનને વધુ ઇકો ફ્રેન્ડલી બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY