પૂરપાટ ઝડપે આવતી કાર બેથી ત્રણ વખત પલ્ટી મારી, બે તલાટીના મોત

0
8

કચ્છ,તા.૩૦
પાટડી પાસે કાર અકસ્માતમાં કચ્છના બે તલાટીના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે કચ્છમાં તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરતા બે યુવાનો અને એક શિક્ષક કચ્છથી મારૂતિ કાર લઇને દસાડા મામાના ત્યાં આણુ જવાનું હોઇ પ્રસંગમાં હાજરી આપવા જઇ રહ્યા હતા ત્યારે વડગામ દસાડા વચ્ચે કોયલ માતાના મંદિર પાસે માંતેલા સાંઢની માફક પુરઝડપે જતી મારૂતી કાર રોડ પર બેથી ત્રણ વખત પલ્ટી મારીને રોડ નીચે ઉતરી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ગાડીમાં સવાર બંને તલાટી કમ મંત્રીના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
આ જ ગાડીમાં સવાર શિક્ષકનો આબાદ બચાવ થયો હતો. રોડ પર પલ્ટી ખાતી મારૂતિ કારને જોઇને સામેંથી આવતી છોટા હાથીના ચાલકે પણ પોતાનું વાહન રોડ નીચે ઉતારી લીધુ હતુ. જેમાં છોડા હાથીના ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા દસાડા પોલીસે બનાવના સ્થળે દોડી જઇ બંને યુવાનોની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY