ભુજના શખ્સને ઢોર માર મારવાના કેસમાં સજા ફટકારી
ભુજઃ ભુજના એક શખ્સને જમીનના કેસમાં પકડીને ખોટી રીતે માર મારવાના કેસમાં ભુજની કૉર્ટે તત્કાલિન ડીવાયએસપી અને હાલ ગુપ્તચર વિભાગ અને(અમદાવાદ)ના એસપી તરીકે કાર્યરત મનોજ નીનામાને 1 વર્ષની કેદ અને 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
છેલ્લાં 18 વર્ષથી ચાલી રહેલાં કાયદાકીય જંગમાં આજે ભુજની કૉર્ટે આ ચુકાદો જાહેર કર્યો છે. પ્રાથમિક વિગતો મુજબ 2001માં પ્રતાપસિંહ જાડેજા અને ચમન ગોર નામના શખ્સોએ જમીન વેચવા સંદર્ભે અખબારોમાં જાહેર નોટીસ પ્રગટ કરી હતી.
નોટીસ સંદર્ભે ભુજના મોહમ્મદ ઈસ્માઈલ સમાએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સંદર્ભે મનોજ નીનામાએ ફરિયાદી મોહમ્મદ ઈસ્માઈલને ભુજ સીટી પોલીસ મથકે સતત બે દિવસ બોલાવી ઢોર માર મારી જમીન અંગે રજૂ કરેલા વાંધા પરત ખેંચી લેવા દબાણ કર્યું હોવાનો આરોપ થયો હતો. નીનામાએ ઢોર માર મારતાં મોહમ્મદ ઈસ્માઈલે ભુજની ચીફ કૉર્ટમાં પ્રાઈવેટ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં એડિશનલ ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ વી.ડી.મોઢએ આઈપીસી 323 હેઠળ નીનામાને દોષી ઠેરવી 1 વર્ષની કેદની સજા અને 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથોસાથ ફરિયાદીને 10 હજાર રૂપિયા વળતર આપવા હૂકમ કર્યો હોવાનું ફરિયાદીના વકીલ હેમસિંહ ચૌધરીએ જણાવ્યું છે. વરિષ્ઠ પોલીસ અધિકારીને સજા થતાં ભારે ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મનોજ નીનામાને 2007માં આઈપીએસ તરીકે પ્રમોટ કરાયાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે 2015માં રાજકોટમાં પીએસઆઈની ભરતીના કૌભાંડમાં પણ નીનામા સહિત ત્રણ અધિકારીના નામ ઉછળ્યાં હતા અને ત્રણેયને સસ્પેન્ડ કરાયાં હતા.
આજ ના ચુકાદા બાદ આઈપીએસ નિનામાં એ અપીલ ની અરજી સાથે જામીન માંગતા કોર્ટે અરજી સ્વીકારી જામીન મંજુર રાખ્યા છે
રિપોર્ટર ગૌતમ બુચિયા9 714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



