આંગડિયા પેઢીના કર્મી પર ફાયરિંગ કરી રૂ. પોણા બે કરોડની લૂંટ કરનારી ગેંગ ઝબ્બે

0
10

કચ્છ,તા.૫
હથિયાર સાથે લૂંટ કરવા માટે કુખ્યાત ગેંગને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા સાંપડી છે. વલસાડના ડુંગરી રેલવે સ્ટેશન પાસે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી પોણા બે કરોડની સનસનાટી ભરી લૂંટ ચલાવનારી ગેંગના સૂત્રધાર સહિત સાતને ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ડિંડોલીના કરાડવા વિસ્તારમાંથી ઝડપી પાડયા છે. જેની પાસેથી રોકડા રૂ. ૧૫.૩૬ લાખ અને દાગીના મળી કુલ રૂ. ૮૬.૮૫ લાખનો મુદ્દામાલ તેમજ એક રિવોલ્વર, બે તમંચા, ૧૪ કારતુસ,બાર મોબાઈલ અને બે કાર કબજે કર્યા છે.
પકડાયેલા તમામ પાસેથી સોનાનાં બિસ્કિટ કુલ ૧૦ (૧૦૦ ગ્રામ વજન) કિંમત ૩,૯૬,૮૫૦૦, સોનાના દાગીના ૭૬૯ ગ્રામ કિંમત રૂ. ૩,૦૫,૧૩૦૦, ૪૨૦૩ ગ્રામ ( ૪ કિલો ૨૦૩ ગ્રામ) ચાંદી કિંતમ રૂ.૯૪,૫૦૦, હીરાનાં પડીકાં કિમત રૂ. ૩૫૦૦૦, રોકડા રૂપિયા ૧૫,૩૬,૦૦૦, બે કાર, બે તમંચા, એક રિવોલ્વર, એક પિસ્તોલ, ૧૪ કારતૂસ અને ૧૨ મોબાઈલ કબજે કર્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ કરેલી કબૂલાતને પગલે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. ટ્રેનમાં લૂંટ કરવા માટે સિગ્નલ બ્રેક કર્યા હતા જે સિગ્નલ બ્રેક કરવાની ટ્રીક રાજીવ ઉર્ફે રાજુ બિહારીએ યુ- ટયુબ પરથી જાઈને અજમાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY