ગુજરાત બોર્ડની પરીક્ષા SSC અને HSC ની પરીક્ષાઓનો હાવ અને ભય ઓછો થાય તે હેતુ થી બોર્ડ મોડેલની ૪ દિવસીય પરીક્ષાઓનું આયોજન કરાયું

0
186

ભરૂચ:

આજ રોજ શિક્ષણ ઉત્કર્ષ સંગઠન અને રોટરી કલબ ઓફ ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે ૪ દિવસીય SSC અને HHC સાયન્સ મોડેલ પરીક્ષાઓ જે.પી.કોલેજમાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થી ઓ માટે આ વર્ષ અગત્યનું  હોય છે. અને આ પરીક્ષા ની તૈયારીઓ તેવો પહેલાંથી જ ચાલુ કરી દેતા હોય છે જેટલી ચિંતા વિદ્યાર્થીઓ ની હોય છે અને તેમનાં  માતા-પિતાને બાળકનાં ભવિષ્યની ચિન્તા સતાવતી રહે છે.  બોર્ડ પરીક્ષા એટલે જીવનનાં ઘડતરનો પ્રશ્ન જેવા વિવિધ સવાલો થી ડર લાગતો હોય છે. જોકે આ બાબતે છેલ્લાં બે વર્ષથી સફળ આયોજન કરનારા શિક્ષણ ઉત્કર્ષ સંગઠન અને રોટરી કલબ ઓફ ભરૂચ દ્રારા વિદ્યાર્થીઓને સુંદર પરીક્ષાલક્ષી માહિતી મળી રહે અને SSC અને HSC ની પરિક્ષાઓનો હાવ અને ભય ઓછો થાય, અને સાથે જ પરીક્ષાના વાતાવરણ નો પ્રત્યક્ષ અનુભવ થાય તે હેતુથી ભરૂચ નગરના વિદ્યાર્થીઓ માટે આ વર્ષે પણ SSC મોડેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ શહેરની તમામ  શાળાઓ અને ક્લાસિસના કુલ ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એ આ પરીક્ષામાં ભાગ લીધો છે. તારીખ ૧૫/૨/૧૮ થી ૧૮/૨/૧૮ સુધી બપોરે ચાલું થનાર પરીક્ષામાં મુખ્ય  ચાર વિષયો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજ ની પરીક્ષા ઓ લેવામાં આવશે. અને માહિતી માટે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.

આજે લેવાયેલ પરીક્ષામાં શિક્ષણ ઉત્કર્ષ સંગઠનના સભ્યો હાજર રહી ને તેમનાં દ્વારા પરીક્ષાનું સુંદર આયોજન કરવાંમાં આવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY