આંગડિયા પેઢીના કર્મી પાસેથી ૪૦ લાખની લૂંટ મચાવી લૂંટારું ફરાર

0
14

કચ્છ,તા.૧૪
કચ્છના ઔધોગિક પાટનગર થી ચકચાર મચી જવા મળી પામી છે. આંગડિયા પેઢીના સંચાલક પાસેથી નાણાનો થેલો પડાવી બોકાનુ બાંધીને આવેલા શખ્સો લઈ જતા સનસનાટી મચી ગઈ છે. પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે.
આ બનાવની મળતી વિગતો મુજબ ગાંધીધામ શહેરના પોશ ગણાતા શિક્ત નગર વિસ્તારમાં બગીચા નજીક બુકાનીધારી શખ્સ દ્વારા આંગડિયા પેઢીના સંચાલક પાસેથી ૪૦ લાખ રોકડ ભરેલી રકમનો થેલો ઝૂંટવી લઈ ફરાર થઈ ગયો હતો. લૂંટના વધુ એક બનાવને લઈને પોલીસ બેડામાં દોડધામમાં મચી ગઈ છે.આ અંગેની વિગતો મુજબ શહેરના ગાંધી માર્કેટમાં પીએમ આંગડિયા પેઢી ધરાવતા અને શિક્તનગરમાં રહેતા પ્રતીક ઠક્કર નામનો યુવાન ગત મોડી રાત્રે પેઢીમાંથી રોકડ લઈ ઘરે જતો હતો ત્યારે સફેદ રુમાલ બાંધેલો તથા ગરમ ટોપી અને જેકેટ પહેરેલો એક શખ્સ એક્ટિવા લઈને આવ્યો હતો અને ૪૦ લાખ રોકડા રુપિયા ભરેલો થેલો ઝૂંટવી ફરાર થઈ ગયો હતો બનાવ અંગે પોલીસને જાણ થતા પૂર્વ ક્ચ્છ જિલ્લા પોલીસ વડા પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી જિલ્લામાં નાકાબંધી કરી છે.પૂર્વ કચ્છમાં આદિપુરમાં એટીએમમાં ૩૫ લાખની લૂંટની ઘટના બાદમાં અંજારમાં ૧૬ લાખની લૂંટ બાદ વધુ એક બનાવ પ્રકાશમાં આવતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY