રાજકોટ,તા.૧૪
શિયાળામાં હાલ કડકડતી ઠંડી વચ્ચે પણ રાજકોટ એસ.ટી. ડિવિઝનને આવકમાં ગરમી જાવા મળી છે. રાજકોટ એસ.ટી. ડિવિઝનને લગ્નગાળો ફળ્યો છે અને ચાર દિવસમાં રૂ.૨ કરોડની માતબર આવક થઈ છે. સૌરાષ્ટÙની રાજધાની સમાન રાજકોટ શહેરના શાસ્ત્રીમેદાન સ્થિત સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશનમાં ચિકકાર ગીર્દી જાવા મળી રહી છે અને તમામ રૂટની બસ હાઉસફૂલ જઈ રહી છે. દરરોજ રૂ.૪૫થી ૫૦ લાખની આવક થઈ રહી છે.
વધુમાં રાજકોટ એસ.ટી.ના વિભાગિય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે, હાલ છેલ્લા ચાર દિવસમાં લગ્નગાળાના કારણે ધૂમ ટ્રાફિક નીકળતા છેલ્લા ચાર દિવસની આવક રૂ.૨ કરોડે પહોંચી ગઈ છે. રાજકોટ સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશન ઉપરાંત ડિવિઝન હેઠળના ૯ ડેપો જેમાં ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધ્રાંગધ્રા, લીબડી અને સુરેન્દ્રનગરમાં પણ જારદાર ટ્રાફિક મળી રહ્યો છે. કુમુર્તા સુધી હજુ આવો જ ટ્રાફિક રહેશે તેવી તંત્રને આશા છે. હાલમાં રાજકોટમાં પ્રમુખસ્વામી જન્મ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે તેમાં પણ ૫૦ બસની ફાળવણી કરાતાં તે અંતર્ગત દૈનિક રૂ.૨ લાખની વધારાની આવક થઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



