ભુજ કચ્છ: ગત માહે ૧૨-૨૦૧૮ ના માસમાં ડી.બી.વાધેલા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં વાર્ષીક ઇન્સપેકશન દરમ્યાન વર્ષ દરમ્યાન પશ્ચિમ કચ્છ પોલીસના જુદા-જુદા ક્ષેત્રોમાં નોંધ પાત્ર સારી અને પ્રશંસનીય કામગીરી કરનાર ૧૭ જેટલા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહીત કરેલા, અને સાહેબએ સુચના કરેલ કે દરમાસે પોલીસ સ્ટેશન તથા શાખાઓમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ માસ દરમ્યાન પોતાના ક્ષેત્રમાં સારી અને પ્રશંસનીય કામગીરી કરે તો તેવા અધિકારી/કર્મચારીઓને કોપ ઓફ ધી મન્થ તરીકે પો.સ્ટે./શાખા ઇન્ચાર્જએ આવા અધિકારી/કર્મચારીઓને પ્રોત્સાહીત કરવા સન્માનપત્ર આપવા જણાવેલ જે અનુસંધાને પશ્ચિમ કચ્છ જિલ્લના એલ.સી.બી.માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ માહે- ૧૨-૨૦૧૮ ના માસમાં ઉપરી અધિકારીશ્રીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોતાની ફરજ ખુબજ ખંત અને નિષ્ઠા પુર્વક બજાવી ગણા લાંબા સમયથી મુન્દ્રા પો.સ્ટે.ના અડાણી પોર્ટ રોડ પર આવેલ જુદા-જુદા પાર્કિંગ અને જુદી-જુદી હાઇવે રોડની હોટલો ઉપર પાર્ક થયેલ વાહનોમાંથી ડીઝલ ચોરી થતી હતી જે ડીઝલ ચોરી કરતી ગેંગના ચાર સભ્યો મુદામાલ તથા વાહન સાથે પકડી પાડવામાં બાતમી મેળવવા સફળ રહેલ, અને મુન્દ્રા પો.સ્ટે.ના ડીઝલ ચોરીના ૭ ગુના ડીટેકટ કરાવેલ જેના કદર રૂપે પોલીસ મહાનિરીક્ષક તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એમ.બી.ઔસુરા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આજરોજ પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજના કોપ ઓફ ધી મન્થ જાહેર કરી પ્રશંસા પત્ર આપી સન્માનીત કરેલ છે. અને દર માસે જે જે અધિકારી/ કર્મચારીઓ નોંધ પાત્ર કામગીરી કરશે તેઓને તે રીતે એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજના કોપ ઓફ ધી મન્થ જાહેર કરી સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવશે.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



