અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજ દ્વારા કચ્છ બહારથી લોકરક્ષક દળની પરિક્ષા માટે આવેલા ઉમેદવારોને આપ્યું આશ્રય સ્થાન
ભુજ કચ્છ: ગત તારીખ ૬ જાન્યુઆરીના રોજ લોકરક્ષક દળની બહારથી આવતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પરીક્ષાર્થીઓ માટે શ્રી અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજના પ્રમુખ અને જીલ્લા કોંગ્રેસના મહામંત્રી ધર્મેન્દ્ર આર. ગોહિલ દ્વારા રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.તેઓને પ્રતિક ભેટ આપી મીઠું મોઢું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
વોટ્સએપ ગ્રુપના સથવારે ગત તારીખ ૫ જાન્યુઆરીના રાત્રે ૮ કલાક સુધી જે પરીક્ષાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તે તમામને રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.
આ પરીક્ષાર્થીઓ મોરબી હળવદ માળીયા થી ૭૦ જેટલાએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં શ્રી અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજના પ્રમુખ અને જીલ્લા કોંગ્રેસના મહામંત્રી ધર્મેન્દ્ર આર. ગોહિલ સાથે સમાજના જિલ્લા મંત્રી અર્જુનભાઈ વાઘેલા,યુવા પ્રમુખ રાજીવ લોંચા, સુમંત દાફડા,ગૌતમ બુચિયા, રમેશ વાણીયા,ધનજી મેરિયા, રમેશ દાફડા વિગેરે પરીક્ષાર્થીઓને સગવડો સાચવવામાં મદદરૂપ બન્યા હતા.ભુજ સિવાય પણ સમાજ તરફથી ભચાઉ,બુઢામોરા વિગેરે બહારથી આવતા પરીક્ષાર્થીઓ માટે રહેવાની સગવડ કરવામાં આવી હતી.આ કાર્યક્રમનું સંચાલન ગૌતમ બુચિયાએ કર્યું હતું.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





