ઝાડ પર લટકતા યુવક-યુવતીના મૃતદેહ મળતા ખળભળાટ

0
11

સાબરકાંઠા,તા.૪
બનાસકાંઠામા લટકેલી હાલતમાં લાશ મળવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે, ત્યારે વધુ એક કિસ્સો સાબરકાંઠાના વિજયનગરમાં બન્યો છે. વિજયનગરના મોધરી ગામે ડુંગરમાંથી યુવક અને યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી આવી છે. ત્યારે મૃતદેહ લટકાવ્યા કે આપઘાત કર્યો છે. તે અંગે પોલીસ તપાસ હાથ ધરાઇ છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, સાબરકાંઠાના વિજયનગર તાલુકાના મોધરી ગામની નજીક એક ડુંગર પાસે યુવક અને યુવતીની ઝાડ પર લટકતી લાશ મળતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો તાબડતોડ રીતે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ઝાડ પરથી લટકતી લાશોને નીચે ઉતારીને પીએમ માટે મોકલી આપી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ૧૭ વર્ષની છોકરી અભાપુર ગામની અને મોધરી ગામનો ૧૮ વર્ષનો યુવક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ બન્ને જણાએ પ્રેમના કારણે આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા કરીને લાશને ઝાડને લટકાવવામાં આવી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY