લગ્નની પાર્ટીમાં નાચતા-નાચતા યુવક મોતને ભેટ્યો, પરિવારમાં શોકની લાગણી

0
89

વડોદરા,
તા.૧૦/૫/૨૦૧૮

વડોદરા શહેરના હરણી રોડ પર રહેતા મિત્રના લગ્ન પૂર્વેની પાર્ટીમાં નાચતા-નાચતા યુવકનું મોત નીપજ્યુ હતુ. પરિવારના એકના એક પુત્રના અચાનક દુનિયા છોડી જવાથી પરિવાર આઘાતમાં છે. અને યુવાનની કેટલીક તસવીરો જ હવે પરિવાર માટે યાદ બનીને રહી ગઇ છે. આ તસવીરો જાઇને પરિવાર રડી રહ્યો છે.

વડોદરા શહેરના દુમાડ ગામ પાસે આવેલા મારૂતિ વિલામાં પિતા સાથે રહેતો ૨૬ વર્ષીય નિરજ સીતારામ અગ્રવાલને એક ભાઇ, બે બહેનો છે. નિરજ છેલ્લા ઘણા સમયથી અલકાપુરી સ્થિત એક્સસ બેન્કમાં એક્ઝક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. જ્યાં બેન્કમાં કામ કરતા મિત્રનાં લગ્ન પહેલા ડીજે પાર્ટીનું આયોજન કરાયુ હતુ. ડીજે પાર્ટીમાં નાચચા નાચતા નિરજ અચાનક જ બેભાન થઇ ગયો હતો. જેથી પાર્ટીમાં હાજર તમામ લોકો ગભરાઇ ગયા હતા અને નિરજને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન હોસ્પટલના ફરજ પરના તબીબો દ્વારા નિરજને મૃત જાહેર કરાયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY