સેંકડો લોકોની જીંદગી બચાવનાર લાઈનમેનને એવોર્ડ શા માટે નહિ…!!?

0
126

કેન્દ્ર સરકાર દ્વારા એવા નેતાઓને પદ્મશ્રી અને ન જાણે કેવા કેવા એવોર્ડથી સન્માન આપવામાં આવે છે. નેચલ ભ્રષ્ટ પાર્ટી જેને કહેવામાં આવી છે તેના ઉચ્ચ પદાધિકારી નેતાનું ભારત રત્નથી બીજા ક્રમના એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું કે જેઓએ કદી કોઈનો જીવ ન બચાવ્યો હોય એવા લોકોને પદ્મશ્રી મળે તેના કરતાં તો વધુ ઈચ્છનીય છે કે કોલોંજી જેવા સામાન્ય રેલ કર્મચારીને આવું સન્માન મળે. ઉંમરને કારણે ઝડપથી દોડવામાં મુશ્કેલી હોવા છતાં પોતાની ફરજ અને માનવીય સદ્‌ગુણ બતાવતા અનેક લોકોના જીવ બચાવ્યા તે સાથે રેલ્વેની માલ મિલકત પણ બચાવી આ કોઈ નાની વાત નથી.
મૂળ ઘટના ક્રમ જાઈએ તો રેલ્વેમાં લગભગ ૯ થી ૧૦ લાખ કર્મચારીઓ છે તે પૈકીના એક છે કોલોંજી મુથ્યુ કે જેમણે પોતાની સતર્કતા બતાવીને જે કરી બતાવ્યું તેને જાતાં રેલ્વે મંત્રી યા બની શકે તો રાષ્ટ્રપતિના કરકમલોથી સન્માન કરવું પડે. ઉંમરના કારણે તેઓ એટલું ઝડપથી દોડી ન શક્યા પરંતુ તેમણે સેંકડો પ્રવાસીઓના જીવ બચાવી લેવા માટે આવનાર ટ્રેનની દિશા તરફ દોડતાં જાઈને અન્ય સાથી લાઈનમેન પણ ભાગ્યા અને એક કિલોમીટર સુધી દોડતા જઈને સામેથી આવી રહેલી જયપુર બાંદ્રા સુપર ફઆસ્ટ્‌ ટ્રેઈનને રોકીને આ ટ્રેનના તૂટી ગયેલા પાટા ઉપરથી પસાર થતી રોકી દીધી. એક મોટી દુર્ઘટના થતી અટકી ગઈ. ગુજરાતના દ.વિસ્તારમાં આવેલ બિલીમોરા રેલ્વે સ્ટેશનના લાઈનમેન પોતાની ફરજ દરમ્યાન રેલ પાટાઓની તપાસ દરમ્યાન એક નદી પરથી પસાર થતાં પાટાની લાઈન તૂટેલી લાગી પોતાના અનુભવથી સમજી ગયેલા કે રેલ પાસે એટલો તૂટેલો છે કે ટ્રેઈન આના પરથી પસાર થશે તો પડી જઈ શકે છે અને એક મીનીટ પણ મોડું કર્યા વગર તેમણે પોતાનું લાલ શર્ટ કાઢીને તેને હવામાં ઝંડાની જેમ હલાવતા હલાવતા આવતી ટ્રેનની દિશામાં દોડવાનું શરુ કર્યું અને સેંકડો જીંદગીઓ બચાવી લીધી.
કોલોંજી મેથ્યુએ જે કરી બતાવ્યું તે ખરેખર હિંમતને દાદ છે. સાથે તેઓ ઉચ્ચ સન્માનના અધિકારી છે. આવા જાગૃત કર્મચારીનું એવું સન્માન થવું જાઈએ કે બીજા લાઈન મેનો તેમનાથી પ્રેરિત થઈને તેઓ પણ કોલોંજી મેથ્યુ જેવી જાગૃતિ ફરજ દરમ્યાન બતાવે.
બાળપણમાં પ્રાથમિક શાળામાં એક નાના બાળકની વાર્તા ભણાવવામાં આવી હતી. જેણે કોલોંજીની જેમ પોતાનું લાલ રંગની શર્ટ કાઢીને ટ્રેનની દિશામાં દોડી જઈને દુર્ઘટના થતી રોકી દઈને બહાદુરી બતાવી. કોલોંજીએ બરાબર આવું જ કર્યું તેમની બહાદુરીની ઘટનાઓના તેમની વાતો અનુસાર નાટકો બનાવીને દરેક રેલ્વે કર્ચમારી અને પ્રવાસીઓને બતાવવા જાઈએ જેથી તેઓ પણ તેનાથી પરિચિત થાય. આવી એક નાનકડી વાતને આજના નેટ અને મોબાઈલના યુગમાં લાખો લોકો સુધી પહોંચાડવું જાઈએ. ફેસબુક પર તેની ચર્ચા થવી જાઈએ અને તેના માટે રેલ મંત્રીએ તેની આગેવાની લેવી જાઈએ. સેંકડો લોકોની જીંદગી બચાવનાર આ લાઈન મેનને દેશ તરફથી સલામ….

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY