અખિલેશને ચૂંટણીમાં મળેલી હાર બાદ રાજ્યમાં કાયદો-વ્યવસ્થા સારી નથી લાગતી

0
4

લખનૌ,તા.૧૫
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનો સાથ માયાવતીએ છોડતા તેઓ નિરાશ અને હતાશ થયા છે. રાજ્યપાલને યુપીની કાયદો અને વ્યવસ્થાની ફરિયાદ કરનારા અખિલેશ યાદવને ચૂંટણીમાં મળેલી હાર બાદ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સારી નથી લાગતી.
કેપી મૌર્યએ વધુમાં જણાવ્યુ કે, રાજ્યમાં ગુનેગારોને જેલમાં સરકારે નાખ્યા છે. એટલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યોગ્ય છે. અખિલેશ યાદવનું દુખ ભાજપ સમજે છે. જેમનો જનતાએ અસ્વિકાર કર્યા છે. તેઓ હવે ફરીવાર રાજનીતિ કરી રહ્યા છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે યુપીમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે રાજ્યપાલ રામ નાયક સાથે મુલાકાત કરી. અખિલેશ યાદવે રાજ્યપાલ રામ નાયકને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે જાણકારી આપી.
આ મુલાકાત બાદ અખિલેશ યાદવે જણાવ્યુ કે, રાજ્યમાં ગુનેગાર બેફામ બન્યા છે. અને આ અસામાજિક તત્વોને સરકાર દ્વારા હિંસા માટે છુટોદોર આપવામાં આવી રહ્યો છે. જેના માટ રાજ્યની યોગી સરકાર જવાબદાર છે. અખિલેશ યાદવે વધુમાં જણાવ્યુ કે, સરકાર સમાજવાદી પાર્ટીના નેતા વિરૂદ્ધ ખોટા કેસ કરી ફસાવી કહી છે. પોલીસ દ્વારા સમાજવાદી પાર્ટીના નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY