અલીગઢમાં ૪ વર્ષની બાળકીને ૧૦ રૂપિયાની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યુ

0
8

લખનઉ,તા.૨૩
હજુ તો અઢી વર્ષની બાળકીની હત્યાનો મામલો શાંત થયો નથી ત્યાં તો ઉત્તર પ્રદેશના એક શહેરમાં ૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ઘટના બનતા સમગ્ર જગ્યાએ હાહાકાર મચી ગયો છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઘટના શુક્રવારની રાત્રે જાકીર નગર વિસ્તારમાં થઈ હતી. આરોપીએ બાળકીને ૧૦ રૂપિયાની નોટ દેખાડીને લલચાવીને એકાંત જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું.
બાળકીને તેના પરિવારજનોએ ગંભીર હાલતમાં જોતા હોસ્પિટલમાં દાખલ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીની ઓળખ થઈ ચૂકી છે અને હાલ તે ફરાર છે પરંતુ જલ્દીથી તેની ધરપકડ કરવામાં આવશે. આ બાબત અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ પણ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૨ જૂનના રોજ અઢી વર્ષની બાળકીનો મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં કચરાના ઢગલામાંથી મળ્યો હતો. તેની ગરદનની આસપાસ ઈજાના નિશાન હતા અને તેની આંખોને કાઢી લેવામાં આવી હતી. બાદમાં સમગ્ર માહિતી જાણતા ખબર પડી હતી કે, આરોપીઓએ બાળકીની હત્યા એટલા માટે કરી હતી કારણ કે તેના પિતાએ ૧૦,૦૦૦ રુપિયા ઉધાર લીધા હતી અને તેઓ તે પૈસાને પરત કરી શક્યા નહોતા. આરોપીઓ તો પકડાઈ ગયા પરંતુ આ ઘટનાને કારણે સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY