કુતરાઓના ભસવાને કારણે લાલૂની ઉંઘ બગડી, વોર્ડ બદલાયો

0
31

રાંચી,તા.૬
ઘાસ ચારા ઘોટલા કેસમાં રાંચીના બિરસા મુંડા કેન્દ્રીય જેલમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવની સારવાર ઇન્સ્ટીટયૂય ઓફ મેડિકલ સાયન્સ (રિમ્સ)માં ચાલી રહી છે. બુધવારે તેમને રિમ્સના સુપર સ્પેÂશ્યલિટી વિંગથી ખસેડીને બાજુના પેઇંગ વોર્ડમા ભરતી કરાયા છે. તેથી હવે તેમને દરરોજ ૧૦૦૦ રૂપિયા વોર્ડનું ભાડું આપવું પડશે.
લાલૂ પ્રસાદની વિનંતી અને જેલ પ્રશાસનની સંમત્તિ બાદ રિમ્સ મેનેજમેન્ટે લાલૂ યાદવને પેઇંગ વોર્ડમા શિફ્ટ કર્યા છે. તેમને રૂમ નં-૧૧માં શિફ્ટ કરવામાં આવ્યા છે. સારવાર કરી રહેલા ડાકટરોએ બુધવારે લાલૂ પ્રસાદના સ્વાસ્થ્યની તપાસ કરી હતી જેમા સામે આવ્યું હતું કે, તેમનું શૂગર લેવલ ૧૭૪ છે. ઉલ્લેખનીય છે કે લાલૂ પ્રસાદ યાદવે ૩૦ ઓગસ્ટે રાંચીના વિશેષ સીબીઆઇ કોર્ટમા સરેન્ડર કર્યું હતું. ત્યાર બાદ તેમને બિરસા મુંડા કેન્દ્રીય જેલમા મોકલવામાં આવ્યા હતા.પરંતુ લાલૂની સ્થિતી સારી ન હોવાને કારણે તેમને રિમ્સની સુપર સ્પેશ્યિલિટી બ્લોકના વોર્ડમાં રાખવામાં આવ્યા હતા.
પરંતુ લાલૂએ સુપર સ્પેશ્યિલિટી વિંગની ગૈલરીમા અન્ય દર્દીઓની અવરજવર અને ઘોંઘાટને કારણે પેઇંગ વોર્ડમાં શિફ્ટ કરવાનો આગ્રહ કર્યો હતો. આગ્રહમાં લાલૂએ જણાવ્યું કે તેઓ હરીફરી નથી શકતા. શારીરિક ગતિવિધિ ન હોવાને કારણે તેમને પૂરતી ઉંઘ પણ મળતી નથી, જેને કારણે તેમને સ્ટ્રેસ થઇ જાય છે અને આને કારણે તેમનું શુગર લેવલ વધી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY