સિડની,તા.૩
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ફરી એકવાર કેપ્ટન કોહલી પર ગુસ્સો ઠાલવ્યો છે. ગાંગુલીએ ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાને ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાં ના સમાવવાને લઇને ભડાશ કાઢી હતી.
ગાંગુલીનું કહેવુ છે કે, હું ચોંકી ગયો છુ કે પંડ્યાને ટીમમા સમાવવાથી બેટિંગ અને બાલિંગ બન્નેનો એક વધુ ઓપ્શન મળતો હતો તો તેને ટીમમાં કેમ ના સમાવાયો.
એક મીડિયાની કાલમ અનુસાર, ગાંગુલીએ લખ્યુ કે પંડ્યાને ૧૩ સભ્યોની ટીમમાં ના જાઇને હું ચોંકી ગયો છું, કેમકે તેનાથી ટીમને વધુ એક ઓપ્શન (બેટિંગ અને બાલિંગમાં) મળી રહ્યો છે. એટલું જ નહીં જ્યારે ઇશાંત અનફિટ છે તો ભુવનેશ્વરને ટીમમાં કેમ સ્થાન નથી અપાયુ. કેપ્ટન કોહલીના ટીમ સિલેક્શનના નિર્ણયથી હું નારાજ છું.
ગાંગુલીએ ટીમ ઈન્ડિયાને સિડનીમાં બે સ્પીન બાલર રમાડવાની વાત કરી હતી, જાકે, તેઓ રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સમાવવાની વાત કરતાં હતા. પણ કોહલીએ ટીમમાં બે સ્પીનરના રૂપમાં જાડેજા અને કુલદીપ યાદવને સામેલ કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




