લિમા,તા.૧૮
ભ્રષ્ટાચારના એક કેસમાં ધરપકડના ડરથી પેરૂના પૂર્વ રાષ્ટ્રપતિ એલન ગાર્સિયા એ પોતાને ગોળી મારી દીધી છે. તેમને હોસ્પિટલ લઇ જવાયા જ્યાં તેમનું મોત થઇ ગયું છે. ૬૯ વર્ષના ગાર્સિયાની અમેરિકન પોપ્યુલર રિવોલ્યુશનરી એલાયન્સ (અપરા) પાર્ટીના મહાસચિવ ઉમર ક્વેસાદા એ કહ્યું કે એલન ગાર્સિયાનું મોત થઇ ગયું છે. પેરૂના રાષ્ટ્રપતિ માર્ટિન વિજકારા એ પોતાના ટિવટર એકાઉન્ટમાં ગાર્સિયાના મોટ પર શોક પ્રકટ કર્યો.
વિજકારા એ ટ્વીટ કર્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ ગાર્સિયાના મોત અંગે જાણીને દુઃખ થયું છે. તેમના પરિવાર અને શુભચિંતકો સાથે હું મારી સંવેદનાઓ પ્રકટ કરું છું.
ગાર્સિયા ૧૯૮૫-૯૦ સુધી અને ત્યારબાદ ૨૦૦૬-૧૧ સુધી રાષ્ટ્રપતિ રહ્યા. બ્રાઝીલની કંપની ઓડેબ્રેચ્ટને કોન્ટ્રાક્ટ આપવામાં થયેલા ભ્રષ્ટાચારના કિસ્સામાં પોલીસ તેમની ધરપકડ કરવાનું હતું.
પેરૂના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ગાર્સિયા એ માથામાં ગોળી મારી લીધી હતી. સ્વાસ્થ્ય મંત્રી જુલેમા ટોમસ એ કહ્યું કે હોસ્પિટલમાં સર્જરી દરમ્યાન તેમને ત્રણ વખત હાર્ટ એટેક આવ્યો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


