ચેન્નાઈ,તા.૧૮
એક કાર અકસ્માતમાં બે ટીવી એક્ટ્રેસના મોત થયા છે. બંને અભિનેત્રીઓ શૂટિંગ કરીને પાછી ફરી રહી હતી ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કારમાં કુલ ચાર ટીવી અભિનેત્રીઓ હતી. જેમાંથી ૨ અભિનેત્રીઓના મોત થયા છે જ્યારે અન્ય બે ગંભીરરૂપે ઘાયલ થઈ છે. આ ચારેય અભિનેત્રીઓ દક્ષિણ ભારતની છે.
અકસ્માતમાં જીવ ગુમાનવારી બંની ટીવી અભિનેત્રીઓના નામ અનુષા રેડ્ડી અને ભાર્ગવી છે. હૈદરાબાદમાંથી પોતાની અપકમિંગ પ્રોજેક્ટનું શૂટિંગ પૂરૂ કરીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. આ ઘટના વિકારાબાદ નજીક ઘટી હતી.
મૃતક ટીવી અભિનેત્રી ભાર્ગવીની ઉંમર ૨૦ તો અનુષા ૨૧ વર્ષની હતી. આ બંને ટીવી અભિનેત્રીઓ તમિળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચમકવાના સપના જાઈ રહી હતી. હાલ બંને નાના પડદે કામ કરી રહી હતી. ભાર્ગવી ટીવી શો મુત્યાલા મગ્ગૂમાં નેગેટિવ રોલ અદા કરી રહી હતી. જ્યારે અનુષા પણ કેટલાક પ્રોજેક્ટ્સમાં કામ કરી ચુકી છે. અનુષા રેડ્ડી તેલંગાણાના જયશંકર ભુપાલાપલ્લીની રહેવાસી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




