અમેરિકી ઘરે જાવ! અમારા દેશના મામલામાં દખલ ન કરો : વેનેઝૂએલા ઉપરાષ્ટ્રપતિ

0
7

કોલંબીયા,તા.૨૩
વેનેઝૂએલાના ઉપરાષ્ટ્રપતિએ અમેરિકાના પોતાના સમકક્ષ પર ખુલ્લી રીતે તખ્તા પલટવાનું આહ્વાન કરવાનો આરોપ લગાવ્યો છે. ડેલ્સી રાડ્રિગેજે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘અમેરિકી ઘરે જાવ! અમે તેમને અમારા દેશના મામલાઓમાં દખલ નહીં કરવા દઇએ.’
અગાઉ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને એવા તાનાશાહ જણાવ્યા હતા કે, જેમની પાસે સત્તામાં રહેવા માટે કોઇ કાયદેસરનો દાવો નથી. પેંસની આ ટિપ્પણીના જવાબમાં વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિની આ પ્રતિક્રિયા સામે આવી છે.
વેનેઝૂએલાના સંચાર મંત્રી જાર્જ રોડ્રિગેજે પેંસ પર ‘આતંકવાદીઓ’ને બુધવારે પ્રદર્શન દરમિયાન હિંસા ફેલાવવાનો આદેશ આપવાનો આરોપ લગાવ્યો છે. આ વિવાદ તે ઘટનાના ૨૪ કલાક પછી પૈદા થયો જેમાં કારાકાસના ઉત્તરમાં એક કમાન ચોકી પર સૈનિકોના જૂથે માદુરો વિરુદ્ધ બળવો કર્યો હતો અને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને જનતાને રસ્તાઓ પર ઉતરવાનો અને તેમનું સમર્થન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
ચોકીને પોલીસ અને સેનાએ ઘેરી લીધું, ત્યારબાદ તેમને આત્મસમર્પણ કર્યું હતું. તેની સાથે ૨૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એક ગેર સરકારી સંસ્થાના મતે રાજધાનીની આસપાસ ઓછામાં ઓછા ૩૦ અલગ અલગ સ્થાનો પર મંગળવારે માદુરો વિરુદ્ધ પ્રદર્શન થયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY