નશાબંધી ના અમલીકરણ માં આરોગ્ય પરમીટ ધારકો સરકારને વાંકે બુટલેગર ને ચરણે!?

0
31

સરકાર આરોગ્ય ના હેતુસર જે લિકર પરમીટ આપતી હતી તેનો ચાર્જ વધાર્યો સાથે સાથે ટેક્સ માં વધારો કરી કામની વધારવાનો કરશો કર્યો છતાં હાજી કોઈ સ્પષ્ટ નીતિ નથી ભરૂચ સહિત ના પરમીટ ધારકો ના પરમીટ છેલ્લા એક વર્ષ ઉપરાંત થઈ રીન્યુ ન કરી સરકારે સાચી આરોગ્ય ની જરૂરિયાત વળી વ્યક્તિ ને પરમીટ રીન્યુ ન કરી અન્યાય તો કર્યો છે પણ આ જરૂરિયાત મંદો પોતાની જરૂરિયાત પૂરી કરવા બુટલેગર ના ચરણે ગયા હોય શકે અથવા પરપ્રાંતી વિદેશી દારૂ લાવી પોતાની અને અન્ય ની જરૂરિયાત સાગમટે પુરી કરવાના ચક્કર માં ખાનગી બુટલેગર બન્યા હોય તો નવાઈ નહીં
એક તરફ સરકાર પોતાની આવક તો ગુમાવીજ રહી છે પણ બીજી તરફ જુના આરોગ્ય પરમીટ ધારકો ને કયાતો વધુ બીમાર બનાવી રહી છે અથવા ચોરી છુપી અન્ય રાજ્યો માંથી પોતે અથવા અન્ય દ્વારા દારૂ મંગાવી જરૂરિયાત પૂરી કરી રહી હોય તો નવાઈ નહીં તો બીજી તરફ અન્ય રાજ્ય માંથી આવતા કર્મચારીઓ કે વિઝીટરોને ઓન લાઈન પરમીટ આપી ગુજરાતના માનસિક અને બીમારીઓ જે લિકર લેવા આરોગ્ય પરમીટ ધરાવતા હતા તેમના પર માનસિક અને આર્થિક ત્રાસ વધારી રહી હોય તેવો સુર સામી ચૂંટણીએ ઉભો થયો છે ત્યારે હવે સરકારે એમ નક્કી કરવી પડે કે જેમના પરમીટ અગાઉ રીન્યુ થયા હોય કે જેઓ ગત માર્ચ પહેલા લિકર પરમીટ ધરાવતા હોય તેઓ એ કોઈ મેડિકલ કરવાની ફરી જરૂર ન રાખી નિર્ધારિત રકમ નું ચલણ ભરી તાત્કાલિક પરમીટ મેળવી શકે તોજ પારદર્શક નિર્ણય કહેવાય અન્યથા આ પરમીટ ધારકો એ અન્ય ને વોટ આપવાનું મન બનાવ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.ત્યારે નવા આરોગ્ય માટે ના નવા પરમીટ માટે ભલે આકરું વલણ રખાય પણ જેમના પરમીટ છે તેમના રીન્યુ કરવા એ નાગરિક તરીકે નો દર્દીઓ નો હક પણ ગણાવાઇ રહ્યો છે જે સરકાર છીનવી રહી હોય તેમ ચર્ચાય છે હવે જોવાનું એ રહે છે કે સરકરા બાબતે ચૂંટણી પહેલા કોઈ નિર્ણય લે છે કે આરોગ્ય પરમીટ ધારકો ચૂંટણી માં પોતાના વોટ નો ઉપયોગ કરી સરકાર વિરુદ્ધ વોટ કરે છે.

ધનંજય ઝવેરી 9878406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY