નર્મદા જિલ્લામાં પુરવઠા નિગમના અણગઢ વહીવટના કારણે ગ્રાહકો અટવાયા

0
44

જિલ્લાની 221 પુરવઠા દુકાનદારો પૈકી મોટાભાગની દુકાનોમાં એપ્રિલ મહિનાનો જથ્થો હજુ પહોંચ્યો નથી…!!  

નર્મદા જિલ્લો આદિવાસી પછાત વસતી ધરાવતો હોય ઘણા પરિવારો રેશન કાર્ડના અનાજ પર જીવતા હોય સમયસર અનાજ ન મળતા બે ટન્ક ભોજન માટે ફાંફા પડતા દયનિય હાલત 

જિલ્લા બહારના કોન્ટ્રાક્ટરના વાહનના ટેન્ડરો પાસ થતા એ કોન્ટ્રાકટર નર્મદાની ભૌગોલિક પરીસ્તીથી થી અજાણ હોવાની સાથે  ઓછા વાહનોનાની તકલીફ ના કારણે ગ્રાહકો અને દુકાનદારો હેરાન

રાજપીપળા : નર્મદા જિલ્લા પુરવઠા વિભાગમાં એક બાદ એક સમસ્યા સંભળાઈ રહી છે ત્યારે હપ્તા ઉઘરાવવા બાદ હવે દુકાનદારો ને સમયસર પુરવઠાનો જથ્થો ન મળતા ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે

નર્મદા જિલ્લામાં પુરવઠાની 221 જેવી દુકાનો હોય એ પૈકી મોટાભાગની દુકાનો પર એપ્રિલ મહિનાો જથ્થો 10 તારીખ થવા છતાં પહોંચ્યો નથી તેનું કારણ જિલ્લા બહાર નો વાહન કોન્ટ્રાકટ હોવાનું જાણવા મળ્યું છે ત્યાે જાણવા મળ્યાં મુજબ જિલ્લાની 221 દુકાનો માંથી હાલ રાજપીપળા ની 63 દુકાનો પૈકી માત્ર 14 જેવા દુકાનદારો ને જથ્થો પહોંચ્યો છે જયારે ગરુડેશ્વર ની 35 માંથી ાત્ર 03 ને મળ્યો ,તિલકવાડા ની 25 પૈકી એક પણ દુકાનાં જથ્થો નથી મળ્યો જયારે ડેડીયાપાડા ની 58 દુકાન માંથી માત્ર 16 દુકનોમાં જ જથ્થો પહોંચ્યો છે જયારે સાગબારા ની 38 દુકાનો માંથી માત્ર 18 દુકાનમાં કોન્ટ્રાક્ટર દ્વારા જથ્થો પહોંચાડ્યો હોય મોટા ભાગના દુકાનદારો ને હજુ પુરવઠાનો જથ્થો ન મળતા ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે તકરાર પણ થતી હોવાની જાણવા મળ્યું છે. ત્યારે આ ગંભીર તકલીફ નિગમના અણગઢ વહીવટના કારણે ઉભી થઈ છે કેમકે સરકારનો અભિગમ એડવાન્સ જથ્થો આપવાનો છે પરંતુ જિલ્લા બહારના કોન્ટ્રાક્ટરના વાહનનું ટેન્ડર પાસ થતા કોન્ટ્રાક્ટર પાસે અપૂરતા વાહન હોવાથી હાલ આ સ્તિથીનું નિર્માણ થયું છે જેમાં ગરીબ ગ્રાહકો પોતાના અનાજ વગર ભૂખે મરી રહ્યા હોવાનું જાણવા મળે છે માટે નિગમ જિલ્લા બહારના કોન્ટ્રાકટ પાસ ન કરી ગ્રાહકોને સમયસર જથ્થો મળે તેવી જોગવાઈ કરે તેવી માંગ છે.

મેં કોન્ટ્રાક્ટરને આ માટે કડક સૂચના આપી દીધી છે : રમેશ પટેલ (ડીએસએમ)

જિલ્લા પુરવઠા મામલતદાર (ડીએસએમ) રમેશભાઈ પટેલ સાથે આ બાબતે વાત કરતા તેમને જથ્થો નહિ પહોંચ્યો હોવાની વાતને સમર્થન આપતા જણાવ્યું કે આ બાબતે મેં કોન્ટ્રાક્ટર ને કડક સૂચના આપી છે 12 તારીખ સુધી એટલેકે આગામી બે દિવસમાં એ મોટા ભાગની દુકાને જથ્થો પહોંચાડવા મને કહ્યું છે .નવો કોન્ટ્રાક્ટર છે માટે આ તકલીફ ઉભી થઈ છે પરંતુ કડક સૂચના આપી હોવાનું તેમણે જણાવ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY