વડોદરા ખાતે શીમ્પી સમાજના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન 

0
19

ઉદ્ઘાટન સાથે ગુજરાતના પ્રથમ સંત શિરોમણિ નામદેવ મહારાજનુ પ્રથમ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાયું .

ભવ્ય પાલખી યાત્રા નીકળી શીમ્પી સમાજના અગ્રણીઓનુ સન્માન સમાજના યુવકો સદસ્યોં એ કર્યું રક્તદાન 

રાજપીપળા : વડોદરા ખાતે આવેલ  પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર સામે નવા બનેલ ઇંફિનિટી આર્કેડ બિલ્ડીંગમા આવેલ શિમ્પી સમાજનું નવા લક્ષ્મી મંગલ કાર્યાલયનુ ઉદ્ઘાટન જાણીતા ફિલ્મ કલાકાર ગોવિંદ નામદેવના હસ્તે કરવામા આવ્યું હતું . આ પ્રસંગે સન્ત શિરોમણી નામદેવ મહારાજ ની પ્રતિમાનુ  પણ સ્થાપન અને પૂજન બાદ ભવ્ય પાલખીયાત્રા કાઢવામા આવી હતી .આ પ્રસંગે અખિલ ભારતીય શ્રી ક્ષત્રિય શીમ્પી સમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ નિકુમ્ભ , મધ્યવર્તી સંસ્થાના માજી અધ્યક્ષ વિજય બીરારી , રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ  હર્ષદા બોરસે સહિત ગુજરાત ,મહારષ્ટ્ર , મધ્યપ્રદેશના સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહયા હતા.

મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ મા વસતા નામદેવ મહારાજ પ્રત્યે ભક્તોમા ભારે શ્રધ્ધા હોઈ હવે વડોદરા ખાતે શ્રી ક્ષત્રિય અહિર શિમ્પી સમાજ ,વડોદરા દ્વારા ગુજરાતના આ પ્રથમ નામદેવ મંદિરની તકતીનુ અનાવરણ  ફિલ્મ અભિનેતા અને નામદેવ મહારાજ ના ભક્ત ગોવિંદ નામદેવે તકતી નુ અનાવરણ કરી મંદીર ને ભક્તો માટે ખુલ્લું મૂક્યું હતું .તથા આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ મધ્યવર્તી સંસ્થાના સુનિલ નિકુમ્ભ સહિત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમા દાતાઓ સહિત સમાજના અગ્રણીઓનુ સન્માન કર્યું હતું .

આ પ્રસંગે સમાજના યુવક યુવતીઓ માટે યોજાયેલ રક્તદાન શિબિર મા મોટી સંખ્યામા રક્તદાન કર્યું હતું .ફિલ્મ કલાકાર ગોવિંદ નામદેવે ફિલ્મી ડાયલોગ બોલીને સૌને ખુશ કરી દીધા હતા આ પ્રસંગે પ્રાસંગિક મુલકાતમા ગોવિંદ નામદેવ સમાજ ની પ્રગતિ જોઈ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શીમ્પી સમાજે છેલ્લા 10 વર્ષ મા ખૂબ સારી પ્રગતિ કરી છે .ખાસ કરીને શીમ્પી સમાજ શિક્ષણ મા ખૂબ પ્રગતિ કરી છે .નવા કાર્યાલયને સમાજના વિકાસનુ માધ્યમ ગણાવી નવા કાર્યાલય મા નવા ઉપયોગી સમાજ ના કાર્યોં કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે અખિલ ભારતીય શ્રી ક્ષત્રિય શીમ્પી સમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ નિકુમ્ભે પ્રાસંગિક પ્રવચનમા શીમ્પી સમાજ શિક્ષણ થકી આગળ વધે અને પ્રગતિ કરે એવી શુભ કામના પાઠવી હતી .

બ્યુરો : જંગ એ ગુજરાત

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY