અંતે સુપ્રિમ કોર્ટ કાર્યવાહીના સીધા પ્રસારણ માટે તૈયાર

0
27

ન્યુ દિલ્હી,તા.૨૫
અંતે સુપ્રીમ કોર્ટ કાર્યવાહીના સીધા પ્રસારણ માટે તૈયાર થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટ આ વિશે વિસ્તૃત ચુકાદો આપવાની છે. કોર્ટની કાર્યવાહીનું સીધું પ્રસારણ કેવી રીતે થાય અને કેટલા કેમેરા લગાવવામાં આવે તેમજ કયા કેસની કાર્યવાહીનું સીધું પ્રસારણ ન થાય તે મુદ્દે સુપ્રીમ ચૂકાદો આપશે. મુખ્ય ન્યાયમૂતિ દીપક મિશ્રા ન્યાયમૂર્તિ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ચન્દ્રચુડની બનેલી બેન્ચ દ્વારા ગઈકાલે સીધા પ્રસારણ અંગે સંમતિ દશર્વિી હતી. એટર્ની જનરલ કે વેણુગોપાલ દ્વારા થયેલા આ અંગેના સૂચનો પ્રતિ સુપ્રીમ કોર્ટ નરમ છે અને તેને અપ્નાવવા માગે છે.
ગઈકાલે આ બાબતે લાંબી સુનાવણી ચાલી હતી અને સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખી દીધો હતો પરંતુ સીધા પ્રસારણની કોર્ટે હા પાડી છે. સુપ્રીમે કહ્યું કે, દેશની જનતાને એ વાતની ખબર પડવી જ જોઈએ કે, કોર્ટની કાર્યવાહી કઈ રીતે ચાલે છે. જજ શું બોલે છે, વકિલો શું બોલે છે તેની જાણકારી મળવી જાઈએ.
વરિષ્ઠ વકિલ ઈન્દીરા જયસિંહ અને કાયદાની વિદ્યાર્થિની સ્વનિલ ત્રિપાઠીએ કરેલી રીટ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી ચાલુ રાખી હતી પરંતુ તે ગઈકાલે પુરી થઈ છે.
જો કે, કોર્ટની કાર્યવાહીના સીધા પ્રસારણ માટે માપદંડો રહેશે. એટર્ની જનરલે સૂચન કર્યું છે કે, ફકત બંધારણીય બાબતોની કાર્યવાહીનું જ સીધુ પ્રસારણ થવું જોઈએ. યૌન અપરાધોની સંવેદનશીલ બાબતોની કાર્યવાહીનું સીધું પ્રસારણ નહીં થાય, સમાજમાં વૈમનસ્ય પેદા કરે અથવા ન્યાયની પ્રક્રિયાને અવરોધે તેવી બાબતોનું પ્રસારણ નહીં થાય.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY