એક છે સુબ્રમણ્યમ્ જે સાચુ બોલી રહ્યા છે પરંતુ તેમનું કોઈ સાંભળતુ નથી. એક છે અરવિંદ સુબ્રમણ્યમ્ જેમણે બે વર્ષ પછી સાચુ કહ્યું પરંતુ તેનો કોઈ મતલબ નથી. મોદી સરકારે નોટબંધીનો સૌથી મોટો નાણાંકીય નિર્ણય લીધો ત્યારે અરવિંદ સુબ્રમણ્યમ્ વડાપ્રધાન મોદી અને દેશના આર્થિક સલાહકાર હતા. બે વર્ષ તેમણે પુસ્તક લખ્યું જેમાં ભારતની નોટબંધી બાબતમાં એક પ્રકરણ પણ લખ્યું છે. તેઓ બતાવે છે કે નોટબંધીને કારણે આર્થિક વિકાસદર ધડામ કરતો નીચે ઉતર્યો હતો ભારતનો જીડીપી બહુ ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. નોટબંધીના નિર્ણય અંગે તેમની સલાહ લીધી હતી અતવા આપી હતી તેના પર તેમણે મૌન રાખ્યું છે. આ અંગે એ કહેવાની હિંમત નથી બતાવી શક્યા કે નહીં મને પૂછવામાં નથી આવ્યુ. આ અંગે કોઈ પણ એ નથી કહેતા કે હા,મને પૂછવામાં આવ્યુ હતુ. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે પણ આ અંગે કશુ કહ્યું નહિ.
નોટબંધીનો મોટો નિર્ણય લઈને ભારતના અર્થતંત્ર પર અથવા વિકાસદર પર કોઈ ખરાબ અસર નથી પડી. આ મોદી સરકાર અને નાણાંમંત્રી અરૂણ જેટલી આજદિન સુધી કહી રહ્યા છે. નોટબંધીને માટે જે કારણો સરકારે એ સમયે ગણાવ્યા તેમાં કોઈ ફેરબદલ નથી આવ્યો. આતંકવાદ આજે પણ છે. નક્સલવાદ અત્યારે પણ છે,નકલી નોટો આજે પણ પકડાઈ રહી છે અને કાળુ નાણું આજે પણ છે. તો પછી નોટબંધીથી કોને લાભ મળ્યો. તેનો જવાબ આજે નહીં તો કાલે જરૂરથી મળશે. જે રીતે બે વર્ષ બાદ અરવિંદજીએ પુસ્તકમાં ખુલાસો કર્યો એ રીતે બે વર્ષ બાદ કોઈને કોઈ આ વિષયમાં પોતાની વાત કરશે. નોટબંધીને લઈને સરકાર પર આરોપો તો ઘણા લાગ્યા પરંતુ તેનો સ્વિકાર નથી કરવામાં આવ્યો અને કરે પણ શા માટે. કો પણ પક્ષની સરકાર હોય તે આવા આરોપોનો સ્વિકાર કરે તે બની ના શકે. દેશને બસ ઈન્તેજાર રહે છે કે કોઈ અરવિંદ પુસ્તક લખે અથવા કોઈ ઈન્ટરવ્યૂમાં ખુલાસો કરે. ત્યાં સુધી તે રહસ્ય જેવું રહે છે.
અરવિંદ સુબ્રમણ્યમ્ એક પ્રખ્યાત અર્થશાષ્ટ્રી છે. તેઓ સારી રીતે જાણતા હશે કે વગર કારણે નોટબંધીનો નિર્ણયથી તેનો કેટલી ખરાબ અસરો થસે. પરંતુ ચીફ ઈકોનોમિક સલાહકાર હોવા છતાં પણ તેમણે નોટબંધીનો કોઈ વિરોધ ના કર્યો જા તેઓ એ સમયે હિંમત કરતા અને દેશને જણાવતા તો આજે તેમનું નામ હોત. પરંતુ સરકારના અન્ય ખાસ અધિકારીઓની જેમ તેઓ ચૂપ રહ્યા અને બે વર્ષ પછી પુસ્તક લખ્યું. પણ હવે તેનો ફાયદો શું હવે પછતાવાથી ફાયદો શું કે જ્યારે ચિડિયા ખેતર ખાઈ ગઈ. નોટબંધીથી દેશને,લોકોને જે નુકસાન થવાનું હતું તે થઈને જ રહ્યું છે. કોને ફાયદો થયો છે કે તે હવે કોઈથી છૂપુ નથી. છતાં પણ બે વર્ષ પછી સાચુ બોલવા માટે અરવિંદ સુબ્રમણ્યમજીને નોટબંધી પ્રકરણનું જે શિર્ષક છે એ રીતે આ એક કોયડો જ છે. એક કોયડો જેનો જવાબ જેનો ઉપયો,જેનો જવાબ સમગ્ર દેશમાં એક જ વ્યકિત પાસે છે. જી ના તેમનું નામ અરુણ જેટલીજી તો નથી ને…!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




