પુંચ,તા.૫
પાકિસ્તાની સેનાએ ફરી એક વાર પુંચ જિલ્લાના ગુલપુર સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પર ફાયરિંગ કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. ગુલપુર સેક્ટરમાં ગુરુવારે મોડી રાતે પાકિસ્તાને અંધાધૂંધ ફાયરિંગ કરીને ભારતીય સેનાની પોસ્ટને નિશાન બનાવી હતી.
ભારતીય સેનાએ પાકિસ્તાનના ફાયરિંગનો વળતો જવાબ આપતાં પાક. સેનાએ ફાયરિંગ બંધ કરી દીધું હતું. રવિવારે આ ગુલપુર સેક્ટરમાં જ પાકિસ્તાનનું એક વિમાન ભારતીય સરહદમાં દાખલ થઈ ગયું હતું.
ગુરુવારે સાંજથી જ પાકિસ્તાનની સેનાએ ભારતની પોસ્ટ પર હુમલો કરવાનું નક્કી કરી લીધું હતું. અંધારું થયા બાદ અચાનક જ પાક. સેનાએ ભારતીય સૈન્યની ચોકીઓ પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. પાકિસ્તાનના આ ઓચિંતા ફાયરિંગથી સ્થાનિક રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો અને ભારે નાસભાગ મચી ગઈ હતી.
ગુલપુર સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાનની સેનાની ર૪ ફ્રન્ટીયર ફોર્સે તેમની બકરીમેન અને બકરી-ર ચોકીઓ પરથી ભારતીય સેનાની ૧પ મરાઠાલાઈનની ચોકીઓ ચિતા, સુસર અને નોલને નિશાન બનાવી હતી. પાક. સેનાએ યુનિવર્સિલ મશીનગનોથી ગોળીઓ વરસાવી હતી.
ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપીને પાકિસ્તાનના સૈનિકો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ભારતીય જવાનોના વળતા ફાયરિંગથી પાકિસ્તાનના સૈનિકોએ પીછેહઠ કરવી પડી હતી.
પાકિસ્તાને સેનાએ માત્ર ભારતીય સેનાની ચોકીઓને જ નિશાન બનાવી ન હતી, પરંતુ સ્થાનિક લોકોના ઘર પર પણ ફાયરિંગ કર્યું હતું. સેનાનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ગોળીબારની આડમાં પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને ભારતીય સરહદમાં દાખલ કરવાની યોજના બનાવી હતી. ભારતીય સેના હાલ આ આશંકાના આધારે સરહદી વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




