વોશિંગ્ટન,તા.૫
બ્રહ્માંડમાં એટલાં રહસ્ય છુપાયાં છે કે વિજ્ઞાનીઓ સતત તેના પરથી પડદો ઉઠાવવાનો પ્રયાસ કરતા રહ્યા છે. આ કડીમાં તેમણે એક મોટી સફળતા મેળવી છે. આ વખતે વિજ્ઞાનીઓએ સૌરમંડળની બહાર પહેલા ચંદ્રની શોધ કરી છે. આ ચંદ્રનો આકાર નેપ્ચ્યૂન ગ્રહની બરાબર છે અને તે એક ગેસીય ગ્રહની પરિક્રમા કરી રહ્યો છે, જેનો આકાર ગુરુ કરતાં પણ મોટો છે.
આ શોધ વિજ્ઞાનીઓ માટે આશ્ચર્યનો વિષય છે. આ શોધથી સાબિત થયું છે કે આપણા સૌરમંડળની બહાર પણ ચંદ્ર છે. સૌરમંડળમાં મળેલા લગભગ ૧૮૦ ચંદ્રથી તે બિલકુલ અલગ છે.
કોલંબિયા યુનિવર્સિટીના એસ્ટ્રોનોમી પ્રોફેસર ડેવિડ કીપિંગે કહ્યુ કે આ ખૂબ જ મોટો છે અને આપણા સૌરમંડળની વ્યવસ્થાથી ખૂબ જ ભિન્ન છે. આપણા સૌરમંડળના ચંદ્ર ચટ્ટાની અને બર્ફિલા પદાર્થોમાંથી બન્યા છે. બહારના ચંદ્ર અને તેનો મૂળ ગ્રહ બંને ગેસીય છે.
આ એક અનોખી જાડી છે. ધરતીથી તેનું અંતર ૮,૦૦૦ પ્રકાશવર્ષ છે. કીપિંગથી સાથે આ અભ્યાસમાં કોલંબિયાના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી એલેકસ ટીચી સામેલ રહ્યા. બંનેએ નાસાના હબલ અને કેપ્લર અંતરિક્ષ દૂરબીનથી આ ચંદ્રની જાણ મેળવી. પહેલી વાર કોઇ અભ્યાસમાં બહારના ચંદ્રનું સ્પષ્ટ પ્રમાણ મળ્યું છે. હજુ તેના સમર્થન માટે વધુ અભ્યાસ કરાશે.
આ ગ્રહ આ બહારના ચંદ્ર આપણા સૌરમંડળથી કેટલાય ગણો મોટો છે. સૌરમંડળનો સૌથી મોટો ચંદ્ર ગેનીમેડ છે, જે ગુરુની પરિક્રમા કરે છે, જેનો વ્યાસ લગભગ પ,ર૬૦ કિલોમીટર છે. આ બહારના ચંદ્રનો વ્યાસ લગભગ ૪૯,૦૦૦ કિલોમીટર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



