લખનઉ,તા.૨૭
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં નકલી લોહીના વેપારના રેકેટનો પર્દાફાશ થયો છે. જાકે નકલી લોહીના વેપારથી ખળભળાટ મચી ગયો છે.
છેલ્લા ૬ મહિનાથી ખારા પાણીથી બનાવવામાં આવતા લોહીનો વેપલો ચાલી રહ્યો હતો. આ મામલામાં પાંચ વ્યકિતઓની ટોળકીને પકડવામાં આવી છે.
પૂછપરછમાં ખબર પડી છે કે અત્યાર સુધીમાં તેઓ ૧૦૦૦ વ્યકિતઓને ભેળસેળીયુ લોહી વેચી ચુક્વ્યા છે. વધારે ચોંકાવનારી વાત એ છે કે લખનૌની બ્લેડ બેંકોની પણ આ મામલામાં સંડોવણી બહાર આવી છે. જેના પગલે પોલીસે બ્લડ બેંકોની પણ તપાસ શરુ કરી છે.
પોલીસના કહેવા પ્રમાણે ત્રિવેણી નગર વિસ્તારના એક મકાનમાં આ કૌભાંડના માસ્ટરમાઈન્ડ મહોમ્મદ નસીમના ઘરે બાતમીના આધારે છાપો મારવામાં આવ્યો હતો. પોલીસને ખારા પાણીથી તૈયાર કરાયેલા લોહીના પાઉચ, રેપર વગેરે મળી આવ્યુ હતુ. એ પછી પોલીસે બીજા ચારની પણ ધરપકડ કરી હતી. આ પૈકીનો ઘારવેન્દ્ર નામનો વ્યકિત બીએનકે બ્લડ બેંકનો લેબ ટેકનિશિયન અને પંકજ ત્રિપાઠી લેબ આસિસન્ટ હોવાનુ બહાર આવ્યુ હતુ.
આ ટોળકી ડોનરને લોહી માટે ૫૦૦ થી ૧૦૦ રુપિયા આપીને બાદમાં જરુરિયાત મંદોને ફસાવીને ભેળસેળિયુ લોહી ૨૦૦૦ થી ૪૦૦૦ રુપિયામાં વેચતી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





