ન્યુ દિલ્હી,
‘એક દેશ એક કર’ના સૂત્ર સાથે અમલી બનાવાયેલા જીએસટીના કાયદાને એક વર્ષ પુરું થઇ રÌšં છે ત્યારે સરકારની તિજારીમાં વેપારીઓના ‘કર’ના રૂપિયા આવી ગયા છે પરંતુ વેપારીઓને મહિનાઓથી રિફંડ મળતું નથી. જીએસટીના અમલ ટાણે વેપારીઓ રિફંડ માટે કલેઇમ કરે તો ગણતરીના દિવસોમાં જ રિફંડ મળી જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પણ વરવી વાસ્તવિકતા એ છે કે મહિનાઓથી વેપારીઓ અને એકસપોર્ટર્સ રિફંડ માટે વલખાં મારી રહ્યાં છે.
એક તરફ સરકારને ટેકસ વહેલો લઇ લેવો છે પરંતુ વેપારીઓને તેમના હક્કના રિફંડના રૂપિયા આપવા નથી. છેલ્લા ઘણા સમયથી વેપારી અને જુદા જુદા વેપારી સંગઠનોમાં જા હવે રિફંડ નહીં મળે તો આંદોલન માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
૧લી જૂલાઇ, ૨૦૧૭ના રોજથી ભારે વિવાદો સાથે જીએસટીનો અમલ શરૂ થઇ ગયો હતો. આ એક વર્ષ દરમિયાન સરકારે જીએસટીમાં સેંકડો સુધારા-વધારા કર્યાં છે પરંતુ રિફંડના મુદ્દે કોઇ જ નિયમ લાગુ પડતા નથી. છેલ્લા એક વર્ષ દરમિયાન વેપારીઓ- એકસપોર્ટરોની બે મુખ્ય ફરિયાદો રહી છે. જેમાં પહેલી એ છે કે જીએસટીનું પોર્ટલ બરોબર કામ કરતું નથી. બીજી ફરિયાદ એ છે કે રિફંડ આપવામાં ડિપાર્ટમેન્ટ આડોડાઇ કરી રÌšં છે.વર્ષ ૨૦૧૮ની શરૂઆતથી અત્યાર સુધીમાં સરકારે રિફંડ માટે જુદા જુદા કાર્યક્રમોની જાહેરાત કરી છે પરંતુ તેનો અમલ માત્ર કાગળો ઉપર જ થયો છે. તાજેતરમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટનું રિફંડ પખવાડિયું પૂર્ણ થયું છે, તેમાં પણ એકસપોર્ટર્સને રિફંડ મળ્યા જ નથી. અધિકારીઓ સંપૂર્ણ સિસ્ટમ કમ્પ્યૂટરાઇઝડ હોવાથી કોઇ પણ ટેકનિકલ ખામીને લઇને રિફંડ અટકી પડ્યું હોવાના ખૂલાસા કરી રહ્યા છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




