ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘કમલી’ બાફ્ટામાં નોમિનેટ થઇ

0
50

લંડન,તા.૧૧
હૃદયને સ્પર્શતી સત્ય ઘટના પર આધારિત ‘કમલી’ ડોક્યુમેન્ટ્રી બાફ્ટા (બ્રિટિશ એકેડેમી ફિલ્મ અવોર્ડ્સ) માટે નોમિનેટ થઈ છે. આ ડોક્યુમેન્ટ્રીમાં ભારતીય સિંગલ માતા સુગંતીએ સંઘર્ષ કર્યો અને સમાજની રૂઢીઓ તોડીને ૧૦ વર્ષીય દીકરી કમલી મૂર્તિને સ્કેટબોર્િંડગ ચેમ્પિયન બનાવે છે. આ ડોક્યુમેન્ટ્રી ૨૪ મિનિટની છે.
ન્યૂઝીલેન્ડના ડિરેક્ટર સાશા રેઈનબોએ આ ડોક્યુમેન્ટ્રીને ડિરેક્ટ કરી છે. આ ડોક્યુમેન્ટ્રી બ્રિટિશ શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. આ કેટેગરીમાં ‘કમલી’ ઉપરાંત ‘સ્કેટબોર્ડ ઈન અ વોરઝોન (ઈફ યુ આર અ ગર્લ)’, ‘અઝાર’ પણ નોમિનેટ થઈ છે.
‘કમલી’ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રીનો અવોર્ડ એટલાન્ટા ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યો હતો. ડોક્યુમેન્ટ્રીમાં ભારતના તમિલનાડુના મહાબલીપુરમમાં રહેતી ૧૦ વર્ષીય છોકરીની વાત કરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ્રીને ઓસ્કર માટે નોમિનેટ કરવામાં આવી હતી પરંતુ કમનસીબે આ ફિલ્મ ઓસ્કરમાં શોર્ટ લિસ્ટ થઈ શકી નહોતી. ફિલ્મના ડિરેક્ટર સાશાએ કહ્યું હતું કે પહેલાં ઓસ્કરમાં નોમિનેટ થયા અને હવે બાફ્ટામાં નોમિનેટ થયા. આ વાત સન્માન જેવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY