અભિનેત્રી ઝો સલ્ધાનાએ ડિઝનીને બિરદાવી

0
11

લોસ એન્જલ્સ,તા.૧૧
હોલિવૂડની મોખરાની અભિનેત્રી ઝો સલ્ધાનાએ ફિલ્મ સર્જક જેમ્સ ગનને પાછો લાવવા બદલ ડિઝનીને બિરદાવતો સંદેશો સોશ્યલ મિડિયા પર મૂક્યો હતો.
દુષ્કર્મ અને કૂમળાં બાળકો પર જાતીય અત્યાચાર (પેડોફિલિયા) અંગે ગને સોશ્યલ મિડિયા પર કરેલી રમૂજાના પગલે સર્જાયેલા વિવાદોના પગલે ડિઝનીએ ગયા વર્ષના જુલાઇમાં જેમ્સ ગનને પાણીચું પકડાવ્યું હતું. ત્યારબાદ જેમ્સ ગનના અને એણે બનાવેલી ફિલ્મના હજ્જારો ચાહકોએ ડિઝનીના આ નિર્ણયની આકરી ટીકા સોશ્યલ મિડિયા પર કરી હતી.
પરંતુ હવે એને પાછો લાવ્યા હતા. ગાર્ડિયન્સ આૅફ ગેલેક્સીની ત્રીજી સીઝનનું ડાયરેક્શન જેમ્સ ગન કરશે. ઝો સલ્ધાનાએ ડિઝનીના આ નિર્ણયને પ્રોફેશનલી કરેક્ટ અને સમયસરનો ગણાવીને બિરદાવ્યો હતો અને લખ્યું હતું કે જેમ્સના પુનરાગમનથી સમગ્ર ટીમને ખૂબ લાભ થશે. ગયા મહિને માર્ચમાં ડિઝની જેમ્સ ગનને પાછો લાવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY