રાજનાથસિંહે ખેડૂતોને પૂછ્યુ ૨૦૦૦નો હપ્તો મળ્યો તો જવાબ આવ્યો ના…!!

0
8

પૂર્ણિયા,તા.૧૧
લોકસભા ચૂંટણી ૨૦૧૯ની પરીક્ષા શરૂ થઇ ગઇ છે. પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, તો અન્ય તબક્કાના મતદાન માટે પ્રચાર થઇ રહ્યું છે. રેલીઓ દરમિયાન ઘણા એવા કિસ્સાઓ બને છે જે નેતાઓ માટે મુશ્કેલી ઉભી કરી દે છે. કંઇક આવુ જ ગૃહ મંત્રી રાજનાથ સિંહ સાથે થયુ, જ્યારે તેઓ બિહારમાં રેલી કરી રહ્યા હતા. જ્યારે રેલી કરતા સમયે રાજનાથ સિંહે લોકોને પૂછ્યુ કે ‘તમને ખેડૂત યોજના હેઠળ ૨૦૦૦ રૂપિયાનું હપ્તો મળ્યો?’ તો ખેડૂતોની તરફથી જવાબ મળ્યો, ‘ના નથી મળ્યો.’
વાસ્તવમાં રાજનાથ સિંહ બિહારના પૂર્ણિયા સીટ પર દ્ગડ્ઢછ માટેની રેલી સંબોધિત કરી રહ્યા હતા. ભાષણ દરમિયાન રાજનાથ સિંહ રેલીમાં હાજર લોકોને પૂછ્યુ કે, તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ ૨૦૦૦ રૂપિયાનો હપ્તો મળ્યો, તો ખેડૂતોએ જવાબ ‘ના’ માં આપ્યો.
આ પછી ‘ના’ કહી રહેલા લોકોને રાજનાથ સિંહ હાથ નીચે કરવા માટે કહ્યું, તેમણે તેમ પણ કહ્યું કે, જો કોઇ ૨-૪ના રૂપિયા મળ્યા હોય તો પણ હાથ ઉંચા કરી દો, પરંતુ કોઇએ હાથ ઉપર ના કર્યો. ચોંકી ગયેલા રાજનાથ સિંહે મંચ પર બેઠેલા લોકોને પૂછ્યુ ‘વાસ્તવમાં કોઇને હપ્તો નથી મળ્યો?
મંચ પર થોડો સમય વાતચીત કર્યા પછી રાજનાથ સિંહે ત્યાં હાજર લોકોને આશ્વાસન આપ્યુ કે, ”અમે દેશના ખેડૂતોને ૬૦૦૦ રૂપિયા વાર્ષિક આપવાની મદદ કરી રહ્યા છીએ, જેના હેઠળ ૨૦૦૦ રૂપિયાનો પહેલો હપ્તો આપવામાં આવી રહ્યો છે, જે ખેડૂતોને નથી મળ્યો તેને પહેલો હપ્તો જલ્દીથી મળી જશે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના કેટલાક સમય પહેલા કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના લોન્ચ કરી હતી, જેમાં ૨ હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ૬૦૦ રૂપિયાની વાર્ષિક મદદ કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY