ચંદીગઢ,તા. ૧૩
પંજાબના સંગરુરના એક ગામની વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની ગઇ છે. કોઇ સમય ૧૦૦ રૂપિયા પણ ઘરમાં ન ધરાવનાર ૪૦ વર્ષીય મનોજ આજે ભાવિ પ્લાન બનાવી રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ખરાબ હાલતમાં પરિવારના સભ્યો હતા ત્યારે મનોજ એ તેની પત્નિએ ૨૦૦ રૂપિયા કોઇની પાસેથી ઉંછીને લીધા હતા. તેમની લોટરી લાગી ગઇ છે. તેમને ૧.૫ કરોડ રૂપિયાની લોટરી લાગી ગઇ છે. કોઇ સમયે રોજની ૨૫૦ રૂપિયાની આવક ધરાવનાર મનોજકુમાર અને તેમની પત્નિ રાજકૌર આજે તેમની લાઇફ બદલાઈ ગઈ છે અને પ્રોપર્ટી એજન્ટો અને બેંકરો લાખોના આકર્ષક મૂડી રોકાણની ઓફર સાથે તેમના જર્જર મકાનની નજીક પહોંચી રહ્યા છે. આની ક્રેડિટ મનોજ રાજ્ય સરકારની રક્ષાબંધન બમ્પર લોટરીને આપે છે જેના કારણે તે ૧.૫ કરોડ રૂપિયા જીતી ગયો છે. રસપ્રદ બાબત એ છે કે, તેની પાસે લોટરીની ટિકિટ ખરીદવા પૈસા ન હતા અને ૨૦૦ રૂપિયા પડોશી પાસેથી લીધા હતા. હવે તે કરોડપતિ બની ગયો છે અને પોતાને અસાધારણ સ્થિતિમાં જાવે છે. બાળકો માટે નવા આયોજન કરે છે. મનોજના પિતાનું હાલમાં જ અસ્થમાના કારણે મોત થઇ ગયું હતું. તેનું કહેવું છે કે, સારવાર માટે પુરતા પૈસા ન હતા. સારવાર માટે પૈસા ન હોવાના કારણે પિતાને બચાવી શકવામં સફળ રહ્યો ન હતો. તેનું કહેવું છે કે, નાનકડી આવકના કારણે પરિવાર ચલાવવાની બાબત તેમના માટે મુશ્કેલ બની ગઈ હતી. નાનકડા કારોબારની યોજના ધરાવતા મનોજનું કહેવું છે કે, ગ્રામિણ વિસ્તારમાં સૌથી સારી જમીન ખરીદવાની તેની યોજના છે. કેટલાક બેંકવાળા પણ તેની પાસે પહોંચ્યા છે. પંજાબના સંગરુર ખાતે એક ગામમાં પરિવાર હવે કરોડપતિ છે. જે એ વખતે ૧૦૦ રૂપિયા માટે પણ પરેશાનીમાં હતા. મનોજ નામની વ્યક્તિના પરિવારમાં તેની ત્રણ પુત્રી છે. બંને પતિ અને પત્નિ દરરોજ ૨૫૦ રૂપિયાની મજુરીમાં કામ કરતા હતા. એ વખતે તેમને ૨૦૦ રૂપિયા લઇને લોટરી ખરીદી લેવાનો નિર્ણય કર્યો હતો. તેમની સાથે લોટરી જ લાગી ગઇ છે. તેમની પાસે હવે ૧.૫ કરોડ રૂપિયા આવી ગયા છે. એક વખતે હાલત એટલી ખરાબ હતી કે તેમની પુત્રીઓ પૈકીની એક સૌથી મોટી પુત્રી નોકરી શોધી રહી હતી. તેમની મોટી પુત્રી ૧૨ ધોરણને પાસ કરી ચુકી છે. તે નોકરી શોધી રહી હતી. જા કે હવે સ્થિતી બદલાઇ ગઇ છે. તેમના પરિવારના સભ્યો હવે સુખી થઇ ગયા છે. મજુરી કામ કરનાર મનોજ આજે પોતાના બાળકો માટે ભાવિ યોજના બનાવી રહ્યો છે. તે કોઇ કારોબર કરવા માટે વિચારે છે. તેમને પહેલા કોઇ મળવા માટે પહોંચી રહ્યા ન હતા.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


