સરોડા-મરોલી રોડનું નવીનીકરણ કરી ૭ મીટર પહોળો બનાવાશે

0
8

વલસાડ, તા.૨૭
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોડા-મરોલી સુધીનો પાંચ કિ.મીનો રસ્તો રૂ.૪૬૪ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. આ કામગીરીનું ભૂમિપૂજન વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરે માળખાકીય સુવિધાઓ મળી રહે તે પ્રકારનું સુદૃઢ આયોજન સરકારે કર્યું છે. જેના થકી ગામે-ગામ પાકા રસ્તા બનાવવામાં આવી રહયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રજાની સુખાકારી માટે ગામોમાં અનેકવિધ વિકાસકાર્યો થઇ રહયા છે, જેમાં ગ્રામજનોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. રસ્તો નવો બનવાથી ગામની સુવિધાઓમાં વધારો થશે અને આવન-જાવનમાં ખૂબ જ સરતા રહેશે.
આ અવસરે મરોલી સરપંચ લતાબેન, કોળીવાડ સરપંચ સોનલબેન, માર્ગ અને મકાન વિભાગના ઇજનેર, અગ્રણી રાજેશભાઇ કેણી, મહેશભાઇ ભટ્ટ, ગ્રામજનો હાજર રહયા હતા.

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY