લવમેરેજ કરવાથી નારાજ છોકરીવાળાઓએ નવદંપતિની મારપીટ કરી પેશાબ પીવડાવ્યો

0
37

અલીરાજપુર,તા.૧
મધ્યપ્રદેશના અલીરાજપુરથી ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં લવ મેરેજ કરવાથી નારાજ છોકરીવાળાઓએ નવદંપત્તિની જારદાર પીટાઈ કરી અને જબરદસ્તી પેશાબ પણ પીવડાવ્યો છે. આ ઘટના આદિવાસી વિસ્તાર ધરાવતા અલીરાજપુર જિલ્લા મુખ્યાલયથી અંદાજે ૨૫ કિલોમીટરના અંતરે આવેલા આમ્બુઆ પોલીસ સ્ટેશનના હરદાસપુર ગામની છે. અહીં દીકરીના લગ્નથી નારાજ પરિવારવાળાઓએ કથિત રીતે લગ્ન કરનાર જાડાને થાંભલે બાંધી ફટકાર્યો છે. આરોપ છે કે તેમણે પેશાબ પણ પીવડાવ્યો. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી લીધી છે.
ઘટના ૨૫ જુલાઇના રોજની છે, પરંતુ સોશિયલ મીડિયા પર હજુ તેની સાથે જાડાયેલા ફોટો વાયરલ થઇ રહ્યાં છે. આમ્બુઆ પોલીસ સ્ટેશન વિકાસ કપીસ એ આજે કહ્યું કે હરદાસપુર ગામમાં અંદાજે અઢી મહિના પહેલાં સરપંચની ૧૯ વર્ષની પુત્રીએ ગામના જ રમેશ ભિલાલા (૨૧) સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. સ્થાનિક આદિવાસી પરંપરા અનુસાર કેસને લઇ પંચાયત બેસાડી અને તેમાં સુલેહ થઇ ગયો. ત્યારબાદ દંપત્તિ મજૂરી કરવા ગુજરાત જતું રહ્યું હતું.
પોલીસ સ્ટેશનના પ્રભારીના મતે ૨૪ જુલાઇના રોજ તહેવાર મનાવા માટે દંપત્તિ ઘરે પાછા ફર્યા હતા. બંને કાકાના ઘરે હતા. ૨૫મી જુલાઇના રોજ અલ સવારે લગભગ ૪ વાગ્યે છોકરીના પિતા પોતાના બે ભાઇઓ અને ત્રણ પરિવારજનોની સાથે તેમના ઘરમાં ઘૂસ્યા. બધાં જ જબરદસ્તી યુવક અને યુવતીને ઘરે લઇ ગયા. પોલીસ અધિકારીના મતે આરોપીઓએ યુવકને થાંભલે બાંધી માર માર્યો. દીકરીની પણ પિટાઇ કરી અને વાળ કાપી નાંખ્યા. આરોપ છે કે બંનેને પેશાબ પણ પીવડાવ્યો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY