ન્યાયાધીશોની નિયુક્તિના મામલે કેન્દ્રે સુપ્રિમના કાલેજિયમને વિગતો મોકલી

0
31

ન્યુ દિલ્હી,તા.૧
કેન્દ્રએ જજાની નિમણુંકના પ્રસ્તાવમાં પરિવારવાદના મામલે સુપ્રીમ કોર્ટ કોલેજીયમને દર્પણ દેખાડ્યું છે. કેન્દ્રએ પહેલીવાર જજાની નિમણુંક માટે મોકલેલા નામોમાં શામેલ વકીલોએ વર્તમાન અને નિવૃત્ત જજા સાથેના સંબંધોનો ઉલ્લેખ કરતા તેને સુપ્રીમ કોર્ટ કોલેજીયમનો મોકલી આપ્યો છે. ઈલાહાબાદ હાઈકોર્ટ કોલેજીયમ દ્વારા મોકલવામાં આવેલી ૩૩ અનુસંશાઓમાંથી લગભગ ૧૧ વકીલો અને તેમના સંબંધોનો ઉલ્લેખ થયેલો છે.
કેન્દ્ર સરકારે ઈલાહાબાદ હાઈકોર્ટ કોલેજીયમ દ્વારા ફેબ્રુઆરીમાં મોકલવામાં આવેલી ૩૩ વકીલોની યાદીને પોતાની જાણકારીઓ સાથે સુપ્રીમ કોર્ટ કોલેજીયમને સોંપી છે. કેન્દ્રએ વકીલોની પાત્રતા, અંગત અને વ્યવસાયી ઈમાનદારી સહિત ન્યાયિક બિરાદરીમાં તેની શાખ જેવા મામલાઓના સંદર્ભમાં પોતાની તપાસ નિષ્કર્ષોથી સુપ્રીમ કોર્ટ કોલેજીયમને માહિતગાર કરી છે.
કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે જજાની નિમણુંકને લઈને છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી છે. પરંતુ આ મામલે સરકારે એક અનોખો મુદ્દો ઉઠાવતા વર્તમાન અને નિવૃત્ત જજા સાથે કેંડિડેટ્‌સના સંબંધોને પણ પોતાના નિષ્કર્ષોને શામેલ કર્યા છે. કેન્દ્રએ અન્ય વકીલો માટે પણ સમાન તકો મળવાના સંસદ્ભમાં સુપ્રીમ કોર્ટ કોલેજીયમ સાથે ‘પરિવારવાદ’ની આ વ્યાપક માહિતી શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે, ઈલાહાબાદ હાઈકોર્ટ તરફથી બે વર્ષ પહેલા આ પ્રકારની જ અનુશંસાઓ કરવામાં આવી હતી. તે દરમિયાન હાઈકોર્ટ કોલેજીયમના ૩૦ વકીલોના નામ મોકલી આપ્યાં હતાં. તત્કાલીન ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુરે ૧૧ વકીલોના નામ ફગાવી દઈ માત્ર ૧૯ અનુશંસાની હાઈકોર્ટ જજના રૂપમાં ભલામણ કરી હતી. ૨૦૧૬માં મોકલવામાં આવેલી યાદીમાં પણ જજા અને નેતાઓના સગા-સંબંધીઓના નામ શામેલ હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY