પાંડેસરામાં બુટલેગરો વચ્ચે લોહિયાળ જંગ : બુટલેગરની ઘાતકી હત્યા

0
16

સુરત, તા. ૨૦
પાંડેસરા પીયૂષ પોઈન્ટ ખાતે દારૂના ધંધાની અદાવતમાં બુટલેગર દ્વારા એક યુવાન ઉપર તલવારના ઉપરાછાપરી ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાંડેસરા પીયૂષ પોઈન્ટ પાસે કનૈયા ડેરી નજીક પુનીત નગરમાં રૂમ નં. ૧૫૭માં રહેતો શંભુ સૂર્યનારાયણ શેટ્ટી અગાઉ ફર્નિચરનું કામ કરતો હતો. છેલ્લા ચારેક મહિનાથી શંભુ દારૂના ધંધામાં જાડાયો હતો. જેથી હરીફ બુટલેગર મનોજ અને તેના સાથીઅો દ્વારા ગતરાત્રે શંભુને બોલાવી પીયૂષ પોઈન્ટ પાસે તલવારના ઉપરાછાપરી ૭ ઘા ઝીંકીïને કરપીણ હત્યા કરવામાં આવી હતી. શંભુ મૂળ અોરસ્સાનો ગંજામ જિલ્લાનો વતની છે. શંભુના પરિવારમાં મોટો ભાઈ અને બે બહેનો છે પિતા મેસ ચલાવીને ગુજરાન કરે છે. ગત મોડી રાત્રે મનોજ અને દીપ દલાઈ સહિત અન્ય ઈસમો શંભુની હત્યા કરી નાસી છૂટયા હતા. દારૂ ધંધામાં ગત રાત્રે પાંડેસરાïમાં યુવતી હત્યા થતા પોલીસ અધિકારીઅો દોડતા થયા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY