દેશમાં તમામ મદ્રેસાઓ બંધ કરો નહી તો ISનો પ્રભાવ વધશેઃ વસીમ રિઝવી

0
7

શિયા વક્ફ બાર્ડના અધ્યક્ષે પીએમ મોદીને પત્ર લખી મદરેસાઓ બંધ કરવા કહ્યુ
લખનૌ,તા.૨૨
શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ દેશમાં ચાલી રહેલા પ્રાથમિક મદરેસાઓને બંધ કરાવવા માટે PM નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે જલ્દી જ પ્રાથમિક મદરેસા બંધ ના થયા તો ૧૫ વર્ષ બાદ અડધાથી વધારે મુસલમાન ની વિચારધારાના સમર્થક થઈ જશે.
વસીમ રિઝવીએ પત્રમાં લખ્યુ કે સમગ્ર દુનિયામાં એ જાવા મળી રહ્યું છે કે કોઈ પણ મિશન ચલાવવા માટે બાળકોને નિશાન બનાવવામાં આવે છે અને આ સમયે દુનિયામાં ISIS એક ખતરનાક આતંકી સંગઠન છે. ધીમે-ધીમે દુનિયામાં મુસ્લિમ આબાદીવાળા વિસ્તારમાં પોતાની પકડ બનાવવા જઈ રહ્યા છે.
મદરેસામાં ઈસ્લામિક તાલીમ આપનાર બાળકોને આર્થિક મદદ પહોંચાડીને ઈસ્લામિક શિક્ષણના નામે તેમને બીજા ધર્મોથી કાપવામાં આવી રહ્યા છે અને સામાન્ય શિક્ષાથી દૂર કરવામાં આવી શકે છે. ગ્રામીણ વિસ્તારમાં ચાલી રહેલા પ્રાથમિક મદરેસા દાનની લાલચમાં આપણા બાળકોનુ ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે.
તેમણે પત્રમાં લખ્યુ છે કે દેશ હિતમાં અને મુસ્લિમ બાળકોના સારા ભવિષ્યના હિતમાં દેશમાં ચાલી રહેલા પ્રાથમિક મદરેસાને બંધ કરવામાં આવશે, સાથે જ હાઈસ્કુલ પાસ કર્યા બાદ જા બાળકો સ્વયં ધર્મ પ્રચારની તરફ જવા ઈચ્છે છે તો તે મદરેસામાં પ્રવેશ લઈ શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY