ઈવીએમ હેકનો દાવો કોંગ્રેસનું કાવતરું : ગોપાલ કૃષ્ણ અગ્રવાલ

0
7

વડોદરા,તા.૨૨
ભાજપે વર્ષ-૨૦૧૪માં લોકસભા અને ત્યારબાદ ગુજરાત યુ.પી.ની ચૂંટણીમાં ઇ.વી.એમ. હેક કરીને જીતી હોવાના લંડનમાં હેકરે કરેલા દાવાનું ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલે ખંડન કર્યું હતું. અને હેકરે કરેલા દાવાને કોંગ્રેસના અગ્રણી કપિલ સિબ્બલનું કાવતરું હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં એમ પણ જણાવ્યું કે, હેકરે કરેલા દાવાને ઇલેક્શન કમિશને પણ વાહિયાત ગણાવ્યો છે.
ભાજપના અગ્રણી અને પૂર્વ સાંસદ શત્ર્šÎન સિંહા અને યશવંત સિંહાનું ભાજપમાં કોઇ સ્થાન નથી. તેઓ અવાર-નવાર ભાજપ સામે નિવેદનો કરીને ચર્ચામાં રહેવા માંગે છે. ભાજપ તેઓના કોઇ નિવેદનો ઉપર ધ્યાન આપતું નથી. તેમ આજે વડોદરા ખાતે આવેલા ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા અને અર્થશાસ્ત્રી ગોપાલ ક્રૃષ્ણ અગ્રવાલે જણાવ્યું હતું.
અર્થશાસ્ત્રી ગોપાલ ક્રૃષ્ણ અગ્રવાલે જણાવ્યું હતું કે, તાજેતરમાં દિલ્હી ખાતે ભાજપાની રાષ્ટ્રીય પરિષદ મળી હતી. જેમાં સાડા ચાર વર્ષમાં ભાજપે અમલમાં મુકેલી ૧૨૯ જન કલ્યાણકારી યોજનાઓ જેવી કે, જનધન, જી.એસ.ટી. અને ઉજ્જવલા લોકો સુધી પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પ્રમુખ શહેરોમાં ભાજપના અગ્રણીઓ જઇ રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY