ભાજપની ઔકાત નથી કે અમને સરકારમાંથી હટાવેઃ ઓમ પ્રકાશ રાજભર

0
9

હું રાજીનામું આપવા તૈયાર,પરંતુ કોઇ લેવા તૈયાર તો હોય
લખનઉ,તા.૨૫
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભાજપ સરકારમાં મંત્રી ઓમ પ્રકાશ રાજભર દ્વારા ફરી એકવાર ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. તેમને કહ્યું કે ભાજપની એટલી ઔકાત નથી કે તેઓ ઓમ પ્રકાશ રાજભરને સરકારથી હટાવે. હું રાજીનામુ આપવા માટે તૈયાર છું, પરંતુ કોઈ રાજીનામુ લેવા તૈયાર તો હોય.
આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી ૨૦૧૯ ના અંતિમ તબક્કા માટે પ્રદેશના માઉ જનપથમાં નોમિનેશન પ્રક્રિયા શરુ થઇ ચુકી છે. નોમિનેશનના ત્રીજા દિવસે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર રાજભરે નોમિનેશન ફાઈલ કર્યું. આ દરમિયાન પાર્ટી અધ્યક્ષ અને ભાજપના મંત્રી ઓમ પ્રકાશ રાજભર પણ ત્યાં પહોંચ્યા હતા.
મીડિયાના સવાલોનો જવાબ આપતા રાજભરે કહ્યું કે ભાજપમાં દમ નથી કે અમારું રાજીનામુ લે. હું તો હંમેશાથી રાજીનામુ આપવા તૈયાર છું. તેમને કહ્યું કે લોકસભા ચૂંટણીમાં મેં ભાજપ પાસે એક સીટ માંગી હતી પરંતુ જયારે ભાજપે એક પણ સીટ નહીં આપી ત્યારે અમે પૂર્વાંચલની બધી જ ૩૦ સીટો પર ઉમેદવારો ઉભા કરી દીધા. પૂર્વાંચલની જેટલી પણ સીટો છે, ત્યાં ફક્ત ભાજપને જ નુકશાન થઇ રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY