લખનઉમાં પહેલી વખત ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે

0
28


લખનઉ,તા.૫
કાનપુરના ગ્રીન પાર્ક બાદ નવાબોના શહેર લખનઉમાં પહેલી વખત ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી વેસ્ટઈન્ડિઝ સીરિઝ માટે લખનઉની પસંદગી કરી છે. મંગળવારે જારી કાર્યક્રમ અનુસાર ૬ નવેમ્બરે સીરિઝની બીજી ટી-૨૦ મેચ અહીંયા રમવામાં આવશે.
શહેરનું નવનિર્મિત એકમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી વખત કોઇ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન થશે. સ્ટેડિયમમાં ૧૨ થી ૧૮ સપ્ટેમ્બરની વચ્ચે અંડર-૧૯ ક્રિકેટની કેટલીક મેચ યોજાનાર છે જેમાં ભારત ઉપરાંત શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમો ભાગ લેશે.
એક સપ્તાહ પહેલા આઇસીસીના પ્રતિનિધિના રૂપમાં જવાગલ શ્રીનાથે સ્ટેડિયમની મુલાકાત કરી હતી અને એમને સ્ટેડિયમના જોરદાર વખાણ કર્યા હતા.
આ જ રીતે યીપીએસની પાસે હવે કાનપુર સહિત હવે બે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ થઇ ગયા છે. યૂપીસીએ બે વર્ષ પહેલા ઇકાના સ્ટેડિયમ સાથે એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા હતા. જણાવી દઇએ કે વેસ્ટઈન્ડિઝની વિરુદ્ધ આ મેચ દીવાળીના એક દિવસ પહેલા થશે એટલા માટે એને આતુરતા બમણી થઇ જશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY