નાગાલેન્ડ પૂરની ઝપેટમાં : સુશાંતે ૧.૨૫ કરોડ દાનમાં આપ્યા

0
10


મુંબઈ,તા.૫
કેરળ ભયાનક પૂરમાંથી નીકાળવાની મથામણ કરી રહ્યું છે, તો બીજી તરફ દેશનું નાગાલેન્ડ પણ પૂરનો સામનો કરી રહ્યું છે. આવામાં બોલીવુડનાં ઘણા એક્ટર્સ કેરલનાં સહયોગમાં આવી રહ્યા છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કેરલની મદદ કરતા એક કરોડ રૂપિયાનું દાન કર્યું હતુ. તો હવે આ અભિનેતા નાગાલેન્ડની મદદે આવ્યો છે અને તેણે ૧ કરોડ ૨૫ લાખ રૂપિયાની મદદ કરી છે.
નાગાલેન્ડનાં મુખ્યમંત્રી નેફિયો રિયોએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર સુશાંત સિંહ રાજપૂતનો આભાર માન્યો છે. સુશાંતે ખુદ જઇને સીએમ રીલીફ ફંડમાં ૧.૨૫ કરોડ રૂપિયાની રકમ આપી હતી. તેમણે લખ્યું કે, ‘હું નાગાલેન્ડ સાથે ઉભા રહેવા માટે સુશાંત સિંહ રાજપૂતનો આભાર માનુ છું. તેમણે જાતે આવીને સીએમ રીલીફ ફંડમાં ૧.૨૫ કરોડ રૂપિયાની સહાયતા રકમ આપી છે. હું તેમનો અને દરેક એ વ્યક્તિનો આભારી છું જેઓ નાગાલેન્ડની સહાયતા માટે આગળ આવ્યા છે.’
ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ વર્ષે ૧૦ રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનનાં કારણે ૧૪૦૦થી વધારે લોકોનાં મોત થયા છે. તો નાગાલેન્ડે પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનમાંથી બેઠા થવા ૮૦૦ કરોડની સહાયતાની માંગણી કરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY