બિન સરકારી ખાંડ મિલોને ૭૦૦૦ કરોડનુ બેલઆઉટ પેકેજ…ઉત્તરપ્રદેશમાં શેરડી ખેડુત અને રાજનીતિ

0
27

કેન્દ્ર સરકારે ઉત્તરપ્રદેશની કૈરાના લોકસભા સીટની પેટાચૂંટણીમાં કારમી હાર થયા બાદ બિન સરકારી ખાંડ મિલોને ૭૦૦૦ કરોડ રૂપિયાનુ બેલઆઉટ પેકેજ આપી દીધુ છે. હવે ખાંડ મિલો આ રકમમાંથી ખેડુતોને બાકી રકમ પૈકી કેટલી ખાંડનો બફર સ્ટોક રાખવા માટે અને તો ક્યારેક ખાંડ ઉત્પાદનના દરમિયાન તૈયાર કરવામાં આવતા સહ પ્રોડક્ટસના ઉપયોગના પ્રોત્સાહન માટે જંગી નાણાંની ચુકવણી કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશની કૈરાના લોકસભા સીટ પર હારનુ ગણિત જે કઇ પણ રહ્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮ની સિઝન દરમિયાન ખાંડનુ બંપર ઉત્પાદન કરવામાં આવ્યુ હતુ. ખાંડનુ ઉત્પાદન એ ગાળામાં ૩૬૦ લાખ ટન રહ્યુ હતુ. તેની કિંમત વર્ષ દરમિયાન નીચે રહી હતી. જેના કારણે ખાંડ મિલો પર દબાણ આવવા લાગી ગયુ હતુ. જેના મામલે કૈરાનાના ખેડુતોની રકમ વધારે બાકી છે. રાજકીય નિષ્ણાંતો એવા તારણ પર પહોંચી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીની કૈરાના લોકસભાની પેટાચૂંટણીમાં હાર માટે કારણ પણ શેરડી ખેડુતો છે. શેરડી ખેડુતોમાં ભારે નારાજગી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY