પિંજરતમાં ટેક્સટાઇલ પાર્કથી ઝીંગા ઉદ્યોગને નુકસાનની ભીતિ

0
54
ઉદ્યોગ કમિશ્નર સમક્ષ ઝીંગા નિકાસકારોએ મુદ્દો ઉઠાવ્યો: દરિયા કિનારાની જમીનમાં ઉદ્યોગ સ્થાપવા 15 ફૂટ

સૂચિત મેગા ટેક્સટાઇલ પાર્ક પિંજરતમાં સાકાર થશે કે નહીં? એ તો આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે પણ ઝીંગા નિકાસકારો દ્વારા ઉઠાવવામાં આળેલા નુકસાનીના મુદ્દાને કારણે ટેક્સટાઇલ પાર્ક માટે પિંજરતને બદલે બીજી કોઇ જમીન માટે ઉદ્યોગકારો તૈયાર છે કે કેમ? એમ ઉદ્યોગ કમિશ્નર શ્રીમતિ મમતા વર્માએ મેગા ટેક્સટાઇલ પાર્કની રજૂઆતમાં પૂછ્યું હતું. સૂચિત મેગા ટેક્સટાઇલ પાર્કની રજૂઆત અને ચર્ચા પહેલા ઓલપાડ કાંઠા વિસ્તારમાં ઝીંગા ઉછેરકર્તાઓએ મોટી ઇન્ડસ્ટ્રીઝ પિંજરતમાં આવવાથી પ્રદૂષણને કારણે ઝીંગા ઉછેરને નુકસાન થવાની અને રૃ. ૨૪૦૦ કરોડના નિકાસને પણ ફટકો પડવાની રજૂઆત કરી હતી. ઝીંગા ઉછેરના સૂત્રોએ જણાવ્યું કે, પિંજરતમાં આશરે ૧૨૦૦ હેકટર જમીન ઝીંગા ઉછેર માટે અનુકૂળ છે અને માસ્ટર મેપીંગ માટે સરકારના જ એક વિભાગ દ્વારા એપ્રોચમાં આવેલી જમીન દરિયા કિનારે આવેલી છે. જે ઝીંગા ઉછેર સિવાય બીજી કોઇ ઇન્ડસ્ટ્રીઝને અનુકૂળ આવે એમ નથી. જો અહીં ઉદ્યોગો સ્થાપવા હોય તો ૧૫ ફૂટથી વધુનું જમીનમાં પુરાણ કરવું પડે એમ છે. પિંજરતના મેગા ટેક્સટાઇલ પાર્ક માટે ઇકો સ્ટડી કરાવવાનું જણાવાયું પિંજરતમાં સૂચિત મેગા ટેક્સટાઇલ પાર્ક ઉભો કરવા માટે ઉદ્યોગકારો તત્પર છે પણ આ પ્રોજેક્ટ અહીં સંભવી શકે છે ખરો? આ માટે ઇકોલોજીકલ સ્ટડી કરાવવાનું સૂચન કરાયું હતું. અહીં ટેક્સટાઇલની જે કાંઇ ઇન્ડસ્ટ્રીઝ આવશે, તેમને પાણી અને ડ્રેનજની મુખ્ય સુવિધાઓ અતિ જરૃરી છે. ટેક્સટાઇલ પાર્ક માટે ભરૃચ નજીકનો વિસ્તાર ચર્ચાયો સુરતથી આશરે ૪૫ કિ.મી. દૂર આવેલા ભરૃચ નજીકનો કંટીયાજાળ વિસ્તાર મેગા ટેક્સટાઇલ પાર્ક માટે ચર્ચામાં લેવાયો હતો. ઉદ્યોગ માટે જે પ્રાથમિક સુવિધાઓ જોઇએ છે, તે અહીં ઉપલબ્ધ છે કે કેમ? ખાસ તો, એક કરોડ ચો.મી. વિસ્તાર એક સાથે મળી શકે છે કે કેમ? તેનો સર્વે નંબરના આધારે સરકારી પડતર જમીન જોઇ લેવા જણાવાયું હતું. ટેક્સટાઇલ પોલિસી કરતાં પાર્ક ઉદ્યોગકારો માટે અગત્યનો હતો રાજ્યના ઉદ્યોગ કમિશ્નર શ્રીમતિ મમતા વર્મા બપોરથી ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ ઘટકો સાથે મિટીંગો યોજીને ટેક્સટાઇલ પોલીસી વિશે સૂચનો, પ્રશ્નો અને વિગતો મેળવતા હતા. બપોરના ટેક્સટાઇલ પોલિસી અંગેની ચર્ચાઓ હતી છતાં એકેય મોટા ઉદ્યોગકારે હાજરી આપવાનું મુનાસીબ માન્યું નહોતું. પણ સાંજની સૂચિત મેગા ટેક્સટાઇલ પાર્કની રજૂઆત વખતે મોટા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતા. ટેકસટાઇલ પાર્ક પિંજરતમાં સાકાર થાય તેવું સ્વપ્ન હોવાથી, રાજ્ય સરકારને તમામ સહાય- મદદ માટે આગ્રહ રાખ્યો હતો. ચેમ્બરના એક સભ્યે તો એવી ટીપ્પણી પણ કરી હતી કે, ટેક્સટાઇલ પોલિસી સમગ્ર ટેક્સટાઇલ લાભ માટે અને હિતને ધ્યાનમાં રાખીને બનનારી છે ત્યારે ઉદ્યોગ સાથે જોડાયેલાઓને ટેક્સટાઇલ પોલિસી કરતા પાર્કના પ્રોજેક્ટમાં વધુ રસ છે, એ દેખાઇ આવ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY