મહીસાગર,તા.૧૭
મહીસાગરમાં મહિલા સાથે દુષ્કર્મના ઇરાદે ત્રણ આરોપીઓ દ્વારા મહિલાના કપડાં ફાડી નિર્વસ્ત્ર કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં ગામના જ યુવાનો દ્વારા રાતના સમયે પતિને મારમારી પત્નીના કપડાં ફાડી નિર્વસ્ત્ર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદમાં મહિલાનો આક્ષેપ છે કે, રાત્રીનાં સમયે મુકેશ ચમાર, નીલમ ચમાર અને સુરેશ ચમાર નામના શખ્સો ગાડીને લઇને તેમના ઘરે આવ્યા હતા. આ લોકોએ મહિલાના પતિને કહ્યું હતું કે, કેમ તું અમને દારૂ આપતો નથી. તે બાબતે ઝઘડો કરી માર માર્યો હતો.
આ જોતાં પત્ની પોતાના પતિને બચાવવા વચ્ચે પડી હતી. જે બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ મહિલાના કપડાં ફાડી નાંખ્યા હતા અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, પતિ-પત્નીએ બુમાબુમ કરતાં આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આરોપીઓએ પતિ-પત્નીને ધમકી આપી હતી કે, તમે વરઘરી બજારમાં આવશો તો જાનથી મારી નાંખીશું. ધમકી આપ્યા બાદ આરોપીઓ કાર લઇને ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


