સોલન,તા.૧૭
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હિમાચલ પ્રદેશના સોલનની ચૂંટણી રેલીને સંબોધન કરતાં વડા પ્રધાન મોદી પર સખત હુમલો કર્યો હતો. પીએમ મોદીના રડાર સ્ટેટમેન્ટ નિવેદનને નબળું કરતી વખતે કહ્યું કે, જ્યારે વાદળો આવે છે ત્યારે એર ઈન્ડિયા અને બાકીની કંપનીઓના વિમાનો અદ્શ્ય થઈ જાય છે? કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે મોદી કિયારેય પ્રેસ કોન્ફરન્સ નથી કરતા.
તે ઈન્ટરવ્યૂ આપે છે અને તેમાં રડાર અને કેરી કેવી રીતે ખવાય જેવા સવાલો પૂછવામાં આવે છે. પ્રેસ કોન્ફરન્સમાં મને પત્રકારો પૂછે છે કે ન્યાય યોજના કેવી રીતે ચલાવાય, પૈસા કિયથી આવશે, ખેડૂતોને ટેકો કેવી રીતે આપીશું. રાહુલે નોટબંધીને લઈ પીએમ મોદીને નિશાનો તાકિયો. તેણે કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દેશને ૭૦ વર્ષથી ચલાવે છે, પરંતુ પીએમ મોદીએ નોટબંધી વિશે તેમને પૂછ્યું નથી. મોદીએ નોટબંધીથી જબરદસ્ત ફટકો આપ્યો, વેપાર બંધ થઈ ગયા. તેમણે ૩૫ હજાર કરોડ નીરવ મોદીને આપ્યા, ૩૦ હજાર કરોડ અનિલ અંબાણીને રાફેલ ડીલ પર અપાવ્યા. આ ઉપરાંત રાહુલ ગાંઘીએ એ પણ દાવો કર્યો કે નોટબંધી પહેલા મોદીએ કેબિનેટના મંત્રિયોને રેસ કોર્સ રૂમમાં બંધ કરી દીધા હતા.
તેઓએ એસપીજીને ટાંકીને આનો દાવો કર્યો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પુલવામામાં હુમલો થયો તો મેં પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે આ રાજનીતિક મામલો નથી. હું તમને મુંબઈ હુમલાને યાદ કરાવું. તાજ હોટલમાં આતંકવાદી લોકોને ગોળીઓ મારી રહ્યા હતા અને બહાર મોદી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. તે લોકોના લોહીને રાજનીતિક બનાવી રહ્યા હતા. અમે પુલવામા હુમલામાં સરકારનો સાથ આપ્યો આ જ ફર્ક છે. રાહુલ ગાંધી કહે છે કે મોદી ચીનથી સફરજન મંગાવે છે અને હિમાચલના લોકોને પકોડા તળવાનું કહે છે, શું હિમાચલના સફરજન મેડ ઈન ઈન્ડિયા ના થઈ શકે? હું વીરભદ્ર સિંહને મળવા જાવ છું કારણ કે તેમને અનુભવ છે અને તેમની પાસેથી શીખવા પણ મળે, પરંતુ મોદી અડવાણી અને અન્ય અનુભવી નેતાઓથી નથી શીખતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



