મેલબોર્ન,તા.૨૬
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માર્ક ટેલરે વિરાટ કોહલીના મેદાનની બહારના વ્યવહારની પ્રશંસા કરી હતી પરંતુ તેમને લાગે છે કે, મેદાનની અંદર ભારતીય કેપ્ટનને આક્રમક વલણની જરૂરત નથી. માર્ક ટેલરે ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, તે ચાર વર્ષ પહેલાં કોહલીનો ઇન્ટરવ્યૂ કરી રહ્યા હતા ત્યારે તેના વ્યÂક્તત્વ અંગે જાણવાની તક મળી હતી. તે ઘણો સારો હતો.
જાકે, તે મેદાન પર થોડો અલગ હતો. તે શાનદાર બેટ્સમેન છે પરંતુ ઘણો આક્રમક છે. પર્થમાં તેનો ટીમ પેન સાથેનો વ્યવહાર ઘણો ચિંતાજનક હતો. તે પેનને ઉશ્કેરી પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ ક્રિકેટને તેની જરૃરત નથી. ક્રિકેટ બેટ વિરુદ્ધ બોલની રમત છે જેમાં જરૃરત પડે તો થોડા નાટકની જરૂર હોય છે.
ટેલરે કહ્યું કે, આ પ્રકારનું વર્તન છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાંથી નિકળતો રહ્યો છે અને આજે અમે જ્યાં છીએ તેમાં થોડી ભૂમિકા અમારી પણ રહી છે. ઓસ્ટ્રેલિયા સાથે જે થયું, વિરાટની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ ઘણુ બધું શીખી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





